મોરબીમાં પાલિકાના કર્મચારીનું હાજરી કાર્ડ બળજબરીથી લઇ જનાર સામે ગુનો નોંધાયો
વાંકાનેરના કાછિયાગાળા પાસે પીવાના પાણીની લાઇનમાંથી સિંચાઇ માટે પાણી લેનાર ખેડુત સામે ગુનો નોંધાયો
SHARE









વાંકાનેરના કાછિયાગાળા પાસે પીવાના પાણીની લાઇનમાંથી સિંચાઇ માટે પાણી લેનાર ખેડુત સામે ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના કાછિયાગાળા અને ગાંગીયાવદર રોડ ઉપર આવેલ ખેતરમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાર કરીને સિંચાઈ માટે પાણી લેવામાં આવ્યું હતું જે બાબતની પાઇપલાઇનની મરામત અને નિભાવની કામગીરી રાખનાર કોન્ટ્રાક્ટરને જાણ થતા તેણે હાલમાં ખેડૂતની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
હાલમાં પાણીની માંગ વધુ રહેતી હોય છે ત્યારે લોકોને પીવાનું પાણી સમયસર મળે તેના માટેની કવાયત તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે જોકે કેટલીક જગ્યાએ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ કરીને કે પછી ગેરકાયદેસર કનેક્શન લઈને પીવાના પાણીનો સિંચાઈ કે ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હોય તેવું સામે આવતું હોય છે તેવામાં રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ ગિરનાર સોસાયટીની બાજુમાં આવેલ પટેલ પાર્ક 1 માં રહેતા રવિરાજસિંહ દોલતસિંહ બારડ 25 એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ પરસોત્તમભાઈ અણિયારીયા રહે કાછીયાગાળા તાલુકો વાંકાનેર વાળા ની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે કાછીયાગાળા થી ગાગીયાવદર રોડ ઉપર આવેલ આરોપીની માલિકીના ખેતર સર્વે નંબર ૧૭૭ પૈકી ૭ પૈકી ૧ માં વાંકાનેર જૂથ યોજના હસ્તકની પાઇપલાઇનની અંદર ભંગાર કરીને સિંચાઈ માટે પાણીની ચોરી કરી હતી જેથી કરીને હાલમાં રવિરાજસિંહ બારડે નોંધાવેલ ફરિયાદારે પોલીસે અશોકભાઈ સામે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા સંરક્ષણ અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૧૦.૧.૧ તથા ૧૧.૬ તેમજ ધ પ્રિવેન્સ ઓફ ડેમેજ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ૩ અને આઈપીસીની કલમ ૪૩૦ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
