વાંકાનેરના કાછિયાગાળા પાસે પીવાના પાણીની લાઇનમાંથી સિંચાઇ માટે પાણી લેનાર ખેડુત સામે ગુનો નોંધાયો
હળવદના રાણેકપર રોડે ઘરમાંથી રોકડ-દાગીના મળીને ૯૨,૨૦૦ ના મુદામાલની ચોરી
SHARE









હળવદના રાણેકપર રોડે ઘરમાંથી રોકડ-દાગીના મળીને ૯૨,૨૦૦ ના મુદામાલની ચોરી
હળવદ શહેરમાં રાણેકપર રોડ ઉપર આવેલ રામવીલ બંગ્લોઝ ના મકાન નંબર ૨૫ માં રહેતા વૃદ્ધના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરની અંદર પ્રવેશ કરીને તિજોરીના લોક તોડીને રોકડા ૬૦,૦૦૦ તથા સોના ચાંદીના દાગીના મળીને કુલ ૯૨,૨૦૦ ની કિંમત ના મુદ્દા માલની ચોરી કરવામાં આવેલ છે જે બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવવાની જાણવા મળતી વિગત મુજબ હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ રામવીલા બંગ્લોઝ મકાન નંબર ૨૫ માં રહેતા નરેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા જાતે દરબાર (૬૦) એ હાલમાં અજાણ્યા શખ્સ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના રહેણાંક મકાનનો દરવાજો તથા ઇન્ટરલોક તોડીને અજાણ્યા શખ્સ તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં આવેલ તિજોરીના ખાનાના લોક તોડીને રોકડા ૬૦,૦૦૦ તથા ૩૨,૨૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના આમ કુલ મળીને ૩૨,૨૦૦ ની કિંમતના મુદ્દા માલની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
