વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પત્રકારે જન્મદિવસ ઉજવ્યો મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને લગતી મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારા નજીક હોજમાં ડુબી જવાથી યુવાનનું મોત: નેકનામ પાસે પાણીની કુંડીમાં ઝેરી જનાવર કરડી જતા બાળકનું મોત


SHARE

ટંકારા નજીક હોજમાં ડુબી જવાથી યુવાનનું મોત: નેકનામ પાસે પાણીની કુંડીમાં ઝેરી જનાવર કરડી જતા બાળકનું મોત

ટંકારા નજીક આવેલ ખજૂરા હોટલ પાસે પાણીમાં ન્હાવા જતા સમયે ડૂબી જવાના કારણે યુવાનનું મોત નિપજ્યુ હતું આવી જ રીતે નેકનામ ગામ પાસે આવેલ કારખાનામાં પાણીની કુંડીમાં ડૂબી જવાના કારણે માસુમ બાળકને ઝેરી જનાવર કરડી જતા મોત નિપજ્યું છે આ બંને બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર રહેતા રાજેશસિંહ અજીતસિંહ ઝાલા 43 વાળા ટંકારા નજીક આવેલ ખજૂરા હોટલ પાસે હોજમાં ન્હાવા માટે થઈને ગયા હતા ત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું ત્યારબાદ તેના મૃતદેહને ટંકારા ની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરાત પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે ટંકારા તાલુકાના નેકનામ નજીક ઈડન પોલિપેક કારખાનામાં લેબર કવાર્ટર કોલોનીમાં રહેતા રોશનકુમાર શાહનો ત્રણ વર્ષનો દીકરો રાજકુમાર રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા ઝેરી જનાવર કરડી જવાથી તેનો મોત નિપજ્યુ હતુ જેથી કરીને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

 
Latest News