વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પત્રકારે જન્મદિવસ ઉજવ્યો મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને લગતી મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી યુવાને દુકાનમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત


SHARE

મોરબીમાં વેપારી યુવાને દુકાનમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત

મોરબીમાં આવેલ રૂગનાથજી મંદિર સામે બજાર લાઈનમાં કંસારા યુવાને દુકાનની અંદર લોખંડની એંગલમાં પ્લાસ્ટિકની પટ્ટી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યારે તેને ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં આવેલ રૂગ્નનાથજીના મંદિર સામે કે.કે. બજાર લાઈન નગર દરવાજાની અંદરના ભાગમાં રહેતા ચંદ્રેશભાઇ અશ્વિનભાઈ કાગડા જાતે કંસારા (૩૪) નામના યુવાને પોતાના ઘરની બાજુમાં આવેલ તેની કે.કે. વાસણની દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર લોખંડની એંગલમાં કાર્ટૂન બાંધવાની પટ્ટી બાંધીને તેની સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનને તાત્કાલિક મોરબી ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મૃતકના ભાઈ પ્રશાંતભાઈ અશ્વિનભાઈ કાગડા જાતે કંસારા (૪૩)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે
Latest News