મોરબીમાં વેપારી યુવાને દુકાનમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત
મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત
SHARE
મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત
મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત નિપજ્યાં છે જેથી કરીને તે બંનેની બોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ પ્રવીણભાઈ ત્રિભુવનભાઈ વાઘડીયાની વાડીની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ રવજીભાઈ વસાવા જાતે આદિવાસી (૨૯) વાડીની ઓરડીએ હતો ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને મૃતદેહને પ્રવીણભાઈ વાઘડિયા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેઓના મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે આવી જ રીતે મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં મેગાટ્રોન સીરામીક કારખાનાની સિક્યુરિટીની ઓફિસમાં કામ કરતા મૂળ જામનગર જિલ્લાના રહેવાસી શંકરભાઈ કાલારભાઈ શાહ (૬૫) નામના વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાં હતા ત્યારે કોઈ કારણોસર તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે