વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામે ખાણમાં ન્હાવા ગયેલ બાળકનું ડૂબી જવાથી મોત


SHARE









મોરબીના જાંબુડીયા ગામે ખાણમાં ન્હાવા ગયેલ બાળકનું ડૂબી જવાથી મોત

મોરબી નજીકના જાંબુડીયા ગામે ખાણના ખાડામાં ભરાયેલ વરસાદી પાણીમાં ન્હાવા ગયેલ બાળકનું ડૂબી જવાથી મોત નિપજતાં નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામની સીમમાં ખાણના ખાડાઓમાં ભરાયેલ વરસાદી પાણીમાં નાહવા માટે ગયેલ જતીન જેસિંગભાઇ ખરા નામના તેર વર્ષીય બાળકનું ખાણના ખાડાઓમાં ભરાયેલ વરસાદી પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.બનાવને પગલે મૃતકના ડેડબોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યુ હતુ અને બીટ જમાદાર એ.એલ.પરમારે આગળની તપાસ હાથ ધરી હોવાનું સુત્ર દ્રારા જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લાતી પ્લોટ પાસે આવેલા જોન્સનગર વિસ્તારમાં રહેતા મહેબુબભાઇ રસુલભાઇ મોવર નામના ૫૬ વર્ષિય આધેડ મોરબીના વિજયનગર પાસેની મદીના સોસાયટી નજીકથી બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે બાઇકના પાછળના ભાગેથી તેઓ પડી ગયા હતા જેથી કરીને મહેબુબભાઇ મોવરને ઇજાઓ થતાં તેઓને ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News