મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

સરકારી કચેરીઓમાં બિનજરૂરી લાઈટ-પંખા-એસી બંધ રાખી અરજદારો માટે પંખાની વ્યવસ્થા કરો : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા


SHARE













સરકારી કચેરીઓમાં બિનજરૂરી લાઈટ-પંખા-એસી બંધ રાખી અરજદારો માટે પંખાની વ્યવસ્થા કરો : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરેલ છે કે, સરકારી કચેરીઓમાં અનેક વખત જોવા મળે છે કે કર્મચારી કે અધિકારી કચેરીમાં હાજર ન હોય છતાં પણ લાઈટ-પંખા અને એસી ચાલુ હોય છે અને વીજળીનો વ્યય થતો હોય છે.ત્યારે હાલના ગરમીના સમયમાં આ બિનજરૂરી બગાડ અટકાવવામાં આવે અને તેના બદલે સરકારી કચેરીઓમાં કામકાજે આવતા અરજદારો માટે પંખા, છાંયડો તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.

મોરબી જીલ્લા રેકર્ડ શાખામાં અંદાજીત ૧૫ થી ૨૦ પંખાઓ અને લાઈટો આવેલ છે.જે ઓફીસ ચાલુ થયાના સમયથી બંધ થયા સુધી સતત ચાલુ રાખવામાં આવે છે.તેમજ આ રેકર્ડ શાખાની બહાર અરજદારો માટે એક પણ પંખાની વ્યવસ્થા કરવામાં આવેલ નથી..! આવી અસહ્ય ગરમીના કારણે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.દરેક સરકારી કચેરીઓના લાઈટ બીલની રકમ પ્રજાના ટેકસમાંથી ચુકવવામાં આવે છે નહી કે જેતે કર્મચારીઓના પગારમાંથી માટે કચેરીએ કામકાજ માટે આવતા લોકો સાથે સારો વ્યવહાર થાય તેમજ ગરમીના સમયમાં તેમના માટે પંખા છાંયડો અને ઠંડા પાણીની વ્યવસ્થા થાય તે જરૂરી છે.

વધુમાં તેઓએે જણાવ્યું હતુ કે લોકમુખે એવું પણ જાણવા મળેલ છે કે, આ જમીન શાખાના રેકર્ડ જેવા કે ટીપ્પણ, માપણીસીટ અરજદારોને અરજી કર્યાના ૧૦ થી ૧૫ દિવસ બાદ આપવામાં આવે છે.પરંતુ કચેરીના અમુક કર્મચારીઓ પોતાના અંગત અરજદારો અને સર્વેયરોને અરજી કર્યાના સમયથી એકથી બે દિવસમાં આધાર પુરાવા પુરા પાડવામાં આવે છે..! જેથી અન્ય અરજદાર અને સર્વેયર સાથે કયા કારણોસર ભેદભાવ રાખવામાં આવે છે..? જેની તટસ્થ તપાસ કરવા તેમજ અરજદારો તથા સર્વેયરોની અરજીમાં ફરજીયાત અરજીની તારીખ નખાવવા વિનંતી છે.

ઉપરોકત રજુઆતને ધ્યાને લઈ રેકર્ડ શાખાની બહાર બે પંખા નાંખી આપવા તથા બીનજરૂરી લાઈટો અને પંખા બંધ રાખવા તેમજ અરજદારો તથા સર્વેયરોનો નિયમ મુજબ રેકર્ડ આપવા આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરશો તેવી લેખીત રજુઆત મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ કરેલ છે.






Latest News