વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ફાયર વિભાગે એક હોસ્પિટલ-એક લેબોરેટરીને કરી સીલ: બીયું-ફાયર એનઓસી માટે સઘન ચેકિંગ


SHARE







મોરબી પાલિકાના ફાયર વિભાગે એક હોસ્પિટલ-એક લેબોરેટરીને કરી સીલ: બીયું-ફાયર એનઓસી માટે સઘન ચેકિંગ

રાજકોટમાં ગેમ ઝોનમાં થોડા દિવસો પહેલા આગા લાગી હતી જેમાં નિર્દોષ વ્યક્તિઓના મોત નિપજ્યાં છે ત્યાર બાદ તંત્ર જાગ્યું હોય તેમ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટરના આદેશ પછી મોરબી જીલ્લામાં પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને મોરબી પાલિકાના ફાયર વિભાગે બુધવારે સાંજથી સાવસર પ્લોટ વિસ્તારમાં હોસ્પિટલો ચેક કરી હતી તેમાંથી એક હોસ્પિટલ અને એક લેબોરેટરીને સીલ કરવામાં આવેલ છે અને અમુક હોસ્પીટલમાં હાલમાં ઓપીડી બંધ કરાવવામાં આવી છે  અને ઇનડોર દર્દીને ન રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે,

તાજેતરમાં રાજકોટમાં ગેમ ઝોનમાં આગા લાગી હતી જેને લઈને સરકાર અને સરકારી બાબુઓ દોડતા થઈ ગાય છે ત્યારે મોરબીમાં પાલિકા ફાયર વિભાગની ટીમો બનાવીને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને મોરબી સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ છે કેકલેક્ટર દ્વારા ફાયર સેફ્ટી સહિતની બાબતોનું ચેકિંગ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે જેથી કરીને ફાયરની જુદીજુદી ત્રણ ટીમો બનાવીને મોરબી શહેરમાં બુધવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ફાયર એનઓસી તેમજ બિલ્ડીંગ યુઝ પરમિશન મામલે સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ જુદીજુદી હોસ્પિટલમાં ચેક કરવામાં આવી હતી ત્યારે કેટલીક હોસ્પિટલોમાં ફાયર સિસ્ટમ કે ફાયરના કોઈ સાધન ન હોવાનું સામે આવ્યું છે જયારે અમુક હોસ્પિટલો પાસે બિલ્ડીંગ યુઝ પરમિશન ન હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને ગુરુવારે ફાયરની એનઓસી અને બિયું સર્ટીફીકેટ ન હોવાથી મોરબીમાં આવેલ ઓમ ઈએનટી હોસ્પિટલ અને એબીઓ પેથોલોજી લેબોરેટરીને સીલ કરવામાં આવેલ છે.

તો મોરબીના સાવસર પ્લોટમાં પરમેશ્વર પ્લાઝામાં આવેલ અમૃતમ હોસ્પિટલ, મારુતિ હોસ્પિટલ, નેત્રા આંખની હોસ્પિટલ, માધવ હોસ્પિટલ, શ્રી બ્લડ બેન્ક સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને આ કોમ્પ્લેક્ષમાં આવેલ હોસ્પિટલમાં હાલ ઓપીડી બંધ કરાવવામાં આવેલ છે અને આ હોસ્પિટલોમાંથી જોકે હોસ્પિટલમાં દર્દીઓ એડમિટ કરેલ હોય તો તે દર્દીઓને ડીસ્ચાર્જ કર્યા બાદ તેને બંધ કરવાની કાર્યવાહી કરાશે તેમ ફાયર ઓફિસરે જણાવ્યું છે વધુમાં માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, પીજીવીસીએલ ટીમને સાથે રાખીને આવા બિલ્ડીંગોના વીજ કનેક્શન કટ કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં આડેધડ બાંધકામ કરવામાં આવી રહ્યા છે જેમાં ન માત્ર ફાયર પરંતુ અનેક નિયમોનો ઉલળ્યો કરવામાં આવે છે તો પણ જવાબદાર આધિકારીઓ પોતાની ફરજ સામે આંખ આડા કાન કરે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી અને પછી જયારે કોઈ ઘટના બને છે ત્યારે હાલમાં જેવી કાર્યવાહી મોરબી સહિત ગુજરાતમાં કરવામાં આવી રહી છે તેવી જ કાર્યવાહી શરૂ કરવામાં આવે છે પરંતુ અધિકારીઓની બેદરકારીના લીધે જે નિર્દોષ લોકોના જીવ ગયા છે તેના પરિવારનું શું તે સૌથી મોટો સવાલ અહી ઊભો થઈ રહ્યો છે.






Latest News