વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી-માળીયામાં રસ્તા મજબૂત બને તે માટે લોકો-સ્થાનિક આગેવાનો ધ્યાન આપે: બ્રિજેશભાઈ મેરજા


SHARE









મોરબી-માળીયામાં રસ્તા મજબૂત બને તે માટે લોકો-સ્થાનિક આગેવાનો ધ્યાન આપે: બ્રિજેશભાઈ મેરજા

માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના મોરબી જિલ્લામાં ૫૪ કરોડ રૂપિયાના રોસ રસ્તાના કામોને મંજૂર કરવામાં આવેલ છે જે પૈકીનાં ૧૯ રસ્તાના કામનું મંત્રી બ્રિેજેશભાઇ મેરજાના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગામના લોકોને અને આગેવાનોને તેઓના વિસ્તારના રોડ રસ્તા સારા અને ટકાઉ બને તેના માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નવા બની રહેલા રોડના કામ ઉપર પૂરું ધ્યાન આપવા માટે આહ્વાન કર્યું હતું અને જો કામ નબળું થતું હોય તો મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના ચેરમેન અને અધિકારીને તેની જાણ કરવા માટે ટકોર કરી હતી
 

મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાનો રાજ્યના મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારથી મોરબી જીલ્લામાં વિકાસની ગાડી જેટ ગતિએ દોડતી હોય તેવું જોવા મળી રહયું છે અને અત્યાર સુધીમાં બ્રિજેશભાઇ મેરજા સરકરમાથી મોરબી જિલ્લા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ લઈને આવ્યા છે અને છેલ્લે મોરબી તેમજ માળીયા તાલુકાનાં જુદાજુદા ગામોને જોડતા રસ્તા માટે ૫૪ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને તેના જોબ નંબર પણ આપી દેવામાં આવ્યા છે જેથી કરીને આજે નવા બનનાર રોડમાં જેતપર રાપર રોડ, રંગપર જીવાપર રોડ, જીવાપર ચકમપર રોડ, સ્ટેટ હાઇવે થી જસમતગઢ, વાઘપર પીલુડી ગાળા રોડ, ધુળકોટ બાદનપર ફાટસર રોડ, નેશનલ હાઇવે થી ગુંગણ નારણકા રોડ, નેશનલ હાઇવે થી હરીપર કેરાળા રોડ, નેશનલ હાઇવે થી સોખડા રોડ, નેશનલ હાઇવે થી બહાદુરગઢ રોડ, ભડીયાદ જોધપર (ન) એપ્રોચ રોડ, મોરબી ધરમપુર સાદુળકા રોડ, નેશનલ હાઇવેથી ટીંબડી રોડ, નવી સાદુળકા થી હરીપર (કે) રોડ, મોરબી રફાળેશ્વર રોડ, સ્ટેટ હાઇવે થી બરવાળા એપ્રોચ રોડ, કોસ્ટલ હાઇવે થી પીપળીયા રોડ, કોસ્ટલ હાઇવે થી વિરપરડા એપ્રોચ રોડ, મેઇન ડિસ્ટ્રીકટ રોડ થી થોરાળા એપ્રોચ રોડ સુધીના કુલ મળીને ૧૯ રસ્તાના કામોનું મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, એ.પી.એમ.સી.ના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા સહિત જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ રોડ રસ્તા સારા, મજબૂત અને ટકાઉ બને તેના માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નવા બની રહેલા રોડના કામ ઉપર  ગામના લોકો તેમજ સ્થાનિક આગેવાનોને ધ્યાન આપવા માટે આહ્વાન કર્યું હતું અને જો કામ નબળું થતું હોય તો તેની તાત્કાલિક સબંધિત જિલ્લા પંચાયતના ચેરમેન અને અધિકારીને તેની જાણ કરવા માટે ટકોર પણ કરી હતી




Latest News