મોરબીના ગાળા પાસે રાષ્ટ્રીય એકતા રેલીનું રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતનાએ કર્યું સ્વાગત-સન્માન
મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીએ સિવિલમાં આરોગ્યકર્મીઓના મો મીઠા કરાવી ૧૦૦ કરોડ ડોઝની કરી ઉજવણી
SHARE









મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીએ સિવિલમાં આરોગ્યકર્મીઓના મો મીઠા કરાવી ૧૦૦ કરોડ ડોઝની કરી ઉજવણી
ભારત સહિત દુનિયાભરના તમામ દેશોની અંદર હાહાકાર મચાવનારા કોરોનાને કાબુમાં લેવા માટે થઈને કોરોના વેક્સિન ભારત સરકાર દ્વારા લોકોને આપવામાં આવી રહી છે અને તે કામગીરી દરમિયાન ગુરુવારે સમગ્ર ભારતની અંદર કોરોનાના ૧૦૦ કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે જેની ઉજવણીના ભાગરૂપે ઠેર-ઠેર જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા હતા ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ, મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ, મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, મોરબી જિલ્લાના ડી.ડી.ઓ. પરાગ ભગદેવ, મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર પ્રદીપ દુધરેજીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં ૧૦૦ કરોડ ડોઝની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશની અંદર લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ઝડપથી કોરોના વેક્સિન આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા મોરબી સહિત સમગ્ર ભારત દેશની અંદર આરોગ્ય વિભાગ દ્વારા ઉભી કરવામાં આવી છે અને સરકાર દ્વારા વેક્સિનના વધુમાં વધુ સંખ્યામાં દરેક જિલ્લા તાલુકા અને રાજ્યની અંદર ડોઝની ફાળવણી કરવામાં આવી હતી જેના પરિણામ સ્વરૂપે સમગ્ર ભારત દેશની અંદર ૧૦૦ કરોડ જેટલા લોકોને ડોઝ આપી દેવામાં આવ્યા છે અને વધુમાં માહિતી આપતા મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી જે.એમ.કતિરાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારત દેશની અંદર જે સો કરોડ ડોઝ આપવામાં આવ્યા છે તેમાં જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાં વેક્સિનના એક અને બે ડોઝ એમ કુલ મળીને અત્યાર સુધીમાં સાડા નવ લાખ કરતા વધુ લોકોને કોરોનાના ડોઝ આપવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં પણ લોકોને ડોઝ આપવા માટેની કામગીરી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે ત્યારે સો કરોડ ડોઝની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા પ્રભારી મંત્રીની હાજરીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓના મોં મીઠા કરાવીને તેઓની કામગીરી બિરદાવવામાં આવી હતી
