મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ !
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં બાળકોની લિયો ક્લબ ઓફ ભારતની શરૂઆત


SHARE













મોરબી શહેરમાં બાળકોની લિયો ક્લબ ઓફ ભારતની શરૂઆત

તાજેતરમાં ઇડન હિલ બેન્કવેટ હોલ ખાતે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા બાળકો દ્વારા સંચાલિત ઇન્ડિયન લિયો ક્લબ મોરબી રિવાઇવ કરવામાં આવી હતી અને આ શપથ ગ્રહણ સમારોહમાં ક્લબના નવા પ્રમુખ તરીકે ઇન્ડિયન લિયો એંજલબા સહદેવસિંહ ઝાલા તથા તેમની ટીમે શપથ લીધા હતા. અને ક્લબમાં ઉપપ્રમુખ તરીકે દેવાંગ છગ, શ્રેયા પંડ્યા, સેક્રેટરી તરીકે શ્રેયા ઘોડાસરા, જોઇન્ટ સેક્રેટરી તરીકે ભૂમિ તુલસીયાણી, ટ્રેઝરર તરીકે પાર્શ્વ દેસાઈ તેમજ જોઈન્ટ ટ્રેઝરર તરીકે સૌમ્ય લીખીયા તેમજ ટીમે શપથ લીધા હતા. આ તકે શપથવિધિ પુરોહિત તરીકે ઇન્ડિયન લાયન્સ વાઇબ્રન્ટ ક્લબ રાજકોટથી વેસ્ટ સેક્ટર કોર્ડીનેટર ઈલા મયુરભાઈ સોની, મુખ્ય અતિથિ તરીકે નેશનલ કો-ચેરમેન રેખાબેન ચેટરજી, દર્શનાબેન ભટ્ટ તેમજ શોભનાબા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આશીર્વચન આપવા માટે અમદાવાદ કર્ણાવતી ક્લબમાંથી નેશનલ કોચેરમેન ધીમંતભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા આ તકે ઇન્ડિયન લિયો ક્લબ રિવાઇવ કરવા માટે પાસ્ટ પ્રેસિડેન્ટ ઈલા પ્રીતિબેન દેસાઈ તથા હાલના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા તેમજ સમગ્ર ટીમનો નેશનલ વતી ખૂબ ખૂબ આભાર માન્યો હતો.






Latest News