વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના કોલસા ચોરીના ગુનામાં બે વર્ષ ફરાર આરોપી પકડાયો


SHARE









ટંકારાના કોલસા ચોરીના ગુનામાં બે વર્ષ ફરાર આરોપી પકડાયો

ટંકારા પોલીસ સ્ટેશનના કોલસા ચોરીના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી જિલ્લા એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે અને આરોપીને હાલમાં ટંકારા તાલુકા પોલીસને હવાલે કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા તથા ભગીરથસિંહ ઝાલાને ખાનગી રાહે મળેલ આધારે મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૦૭, ૪૧૧, ૧૨૦ બી, મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી મોહનભાઇ ઉર્ફે મનારામ ચેનારામ જાટ જાતે મારવાડી ઉ.૨૭ રહે. ધાકન્યા દાના તા.સેવો જી. બાડમેર રાજસ્થાન વાળાને માળીયાની ભીમસર ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે




Latest News