માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડ ઉપર વારંવાર વીજ કાપથી ૧૦૦થી ઉદ્યોગકારોને લાખોનું નુકશાન


SHARE

















મોરબીના પીપળી રોડ ઉપર વારંવાર વીજ કાપથી ૧૦૦થી ઉદ્યોગકારોને લાખોનું નુકશાન

મોરબીના પીપળી રોડ ઉપર છેલ્લા વર્ષોમાં ઘણા સિરામિક યુનિટ કાર્યરત કરવામાં આવેલ છે જો કેસિરામિક ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં માટે વીજ પુરવઠાની નિરંતર જરૂર પડે છે જો કે, વીજ કંપની દ્વારા વારંવાર કોઈને કોઈ કારણોસર વીજ કાપ મૂકવામાં આવે છે જેથી કરીને કારખાનામાં ઉત્પાદન બંધ થઈ જાય છે અને ઉદ્યોગકારોને મોટી નુકશાની સહન કરવી પડે છે ત્યારે અહીના ઉદ્યોગકારોને રંગપર ૬૬ કેવી સબ સ્ટેશનમાથી નિરંતર વીજ પુરવઠો આપવામાં આવે તેવી અહીના ઉદ્યોગકારોની માંગણી અને લાગણી છે

હાલની પરિસ્થિતિમાં બધાજ રો-મટીરીયલ ભાવ તથા ગેસના ભાવ વધવાના કારણે મોરબીના સિરામિક ઉત્પાદકોની પડતર કિંમત ઊચી આવી ગયેલ છે તેવામાં પીપળી-જેતપર રોડ પર આવેલ રંગપર પાસેના ૬૬ કેવી સબ સ્ટેશન ખાતે વીજ ધાંધીયા થતાં હોવાથી કલાકો સુધી કારખાનાઓમાં વીજ પુરવઠો મળતો નથી અને ઉત્પાદન બંધ રહે છે જેથી કરીને ઉદ્યોગકારોને લાખોની નુકશાની થાય છે છેલ્લા બે દિવસથી વીજ ધાંધીયા હોવાના લીધે લગભગ ૧૦૦ જેટલા કારખાનેદારોને હાલકીનો સામનો કરવો પડે છે એક બાજુ ઉદ્યોગ મુશ્કેલીમાં છે અને તેવામાં વારંવાર વીજ કાપનો પ્રોબ્લેમ આવી રહ્યો છે અને છેલ્લા એક વર્ષથી આ પ્રોબ્લેમ હોય ઘણી વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તો પણ તેનું સોલ્યુશન આવતું નથી. અને આ પ્રોબ્લેમથી ફેક્ટરીના ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થાય છે અને મશીનોને પણ મોટ્ટું નુકસાન થાય છે

આટલું જ નહિ હાલ પ્રોબ્લેમ માટે પુછવામાં આવે તો લોકલ સ્ટાફની અછત, મટેરીઅલની અછતલોડ વધારે હોવા છતાં સમયસર સર્વિસનો અભાવ, ૬૬ કેવી લાઇનના પ્રોબ્લેમ ઝડપથી સોલ્વ થતા નથી, પાવડીયારી એસએસ છેલ્લા ૮ વર્ષથી ચાલુ થયેલ નથી, નવા ફીડરના કામોમાં મોડું થવું, ૬૬ કેવી સર્વિસ લાઈન નાખવામાં મોડું થવુંકોન્ટ્રાક્ટર પાસેથી કામ લેવામાં મોડું થવુંફોલ્ટ શોધવામાં અને રિપેરિંગ વિલંબ, જેટકોમાં કોઈ પણ કામ સરળતાથી થતું નથી, પીજીવીસીએલ ૧૧ કેવી લઈનમાં ટાઇમ પાર માઇન્ટન્સના થવું  અને નવા કન્નેકશન માટે લાગતો વધૂ સમય લેવાં આવે છે છેલ્લા  મહિનામાં મોટ્ટા પાવર કાપથી ઉદ્યોગકારોને મોટ્ટું નુકસાન ગયેલ છે. જયારે પણ મોટ્ટો પ્રોબ્લેમ આવે છે ત્યારે એક સાથે ૧૦૦થી વધુ યુનિટોને નુકસાની વેઠવી પડે છે. અને જયારે ઓફિસરને ફરિયાદ  કરીયે તો સ્ટાફમટેરીઅલ અને કોન્ટ્રાક્ટરની અછત કારણો બતાવે છે તે કેટલા અંશે વાજબી છે તે પણ એક સવાલ છે




Latest News