મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો માળીયા (મી)ના ચિખલી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 250 લિટર દારૂ-3000 લિટર આથો ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં મહિલાને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત મહિનાના દીકરાએ કર્યો બે યુવાન ઉપર હુમલો માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

આ વિજય વિકસિત ભારતના સંકલ્પનો વિજય છે: વિનોદભાઈ ચાવડા


SHARE







































આ વિજય વિકસિત ભારતના સંકલ્પનો વિજય છે: વિનોદભાઈ ચાવડા

લોકસભા ચુંટણીનું પરિણામ જાહેર થતા ભાજપાનાં ઉમેદવાર અને કચ્છ લોકસભાના નવનિયુક્ત સાંસદ વિનોદભાઈ ચાવડાએ દેવ દર્શન સાથે કચ્છની તમામ વિધાનસભાના મતદાતાઓ અને કાર્યકર્તાઓને રૂબરૂમાં મળીને આભાર વ્યક્ત કર્યો હતો અને વિનોદભાઈએ નખત્રાણા મધ્યે સાંઈ જલારામ મંદિરે સાંઈ બાબા અને જલારામ બાપાના દર્શન કર્યા હતા ત્યાર બાદ માતાના મઢ મધ્યે દેશદેવી માઁ આશાપુરા માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈએ પહેલા દિવસે પ્રવાસ દરમ્યાન નખત્રાણા અને માતાના મઢ ખાતે મુલાકાત લઇ લોકસભા ચુંટણીમાં ભવ્ય વિજય અપાવવા બદલ તમામ મતદાતાઓ, ચુંટણીમાં સતત દિવસ-રાત મહેનત કરનાર ભાજપાના સૌ હોદ્દેદારઓ, કાર્યકર્તાઓ, મિત્રો અને શુભેચ્છકોનો આભાર વ્યકત કર્યો હતો. તથા ‘વિશ્વ પર્યાવરણ દીવસ’ અંતર્ગત માતાના મઢ ગામે વૃક્ષારોપણ કર્યું સાથે ઉપસ્થિત સૌ લોકોને પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે સંકલ્પ લઈ વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા અને તેમનું જતન કરવા સૌને અપીલ કરી હતી. આજે પ્રવાસ દરમ્યાન જીલ્લા ભાજપા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા ભાજપા પ્રમુખ દિલિપભાઈ નરસીંગાણી, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ, પાર્ટી આગેવાનઓ, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.














Latest News