હળવદની માણેકવાડા ચોકડી પાસેથી ૪૦૦ લિટર દારૂ ભરેલ બોલેરો સાથે એકની ધરપકડ
SHARE







હળવદની માણેકવાડા ચોકડી પાસેથી ૪૦૦ લિટર દારૂ ભરેલ બોલેરો સાથે એકની ધરપકડ
હળવદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માણેકવાડા ચોકડી ખાતેથી બોલેરો ગાડી આવી રહી હતી જેને રોકીને ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી ૪૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે માણેકવાડા ચોકડી પાસેથી ૮ હજારની કિંમતનો દારૂ અને જીજે ૧૩ એઆર ૫૬૮૩ નંબરની બે લાખની કિંમતની ગાડી આમ કુલ મળીને ૨.૦૮ લાખના મુદામાલ સાથે આરોપી આરોપી મહેશ બેચારભાઈ સારલા જાતે કોળી (૨૪) રહે. નળખંભા, તાલુકો થાનગઢ વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાથી લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે
