મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

આ વિજય વિકસિત ભારતના સંકલ્પનો વિજય છે: વિનોદભાઈ ચાવડા


SHARE















આ વિજય વિકસિત ભારતના સંકલ્પનો વિજય છે: વિનોદભાઈ ચાવડા

લોકસભા ચુંટણીનું પરિણામ જાહેર થતા ભાજપાનાં ઉમેદવાર અને કચ્છ લોકસભાના નવનિયુક્ત સાંસદ વિનોદભાઈ ચાવડાએ દેવ દર્શન સાથે કચ્છની તમામ વિધાનસભાના મતદાતાઓ અને કાર્યકર્તાઓને રૂબરૂમાં મળીને આભાર વ્યક્ત કર્યો હતો અને વિનોદભાઈએ નખત્રાણા મધ્યે સાંઈ જલારામ મંદિરે સાંઈ બાબા અને જલારામ બાપાના દર્શન કર્યા હતા ત્યાર બાદ માતાના મઢ મધ્યે દેશદેવી માઁ આશાપુરા માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈએ પહેલા દિવસે પ્રવાસ દરમ્યાન નખત્રાણા અને માતાના મઢ ખાતે મુલાકાત લઇ લોકસભા ચુંટણીમાં ભવ્ય વિજય અપાવવા બદલ તમામ મતદાતાઓ, ચુંટણીમાં સતત દિવસ-રાત મહેનત કરનાર ભાજપાના સૌ હોદ્દેદારઓ, કાર્યકર્તાઓ, મિત્રો અને શુભેચ્છકોનો આભાર વ્યકત કર્યો હતો. તથા વિશ્વ પર્યાવરણ દીવસઅંતર્ગત માતાના મઢ ગામે વૃક્ષારોપણ કર્યું સાથે ઉપસ્થિત સૌ લોકોને પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે સંકલ્પ લઈ વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા અને તેમનું જતન કરવા સૌને અપીલ કરી હતી. આજે પ્રવાસ દરમ્યાન જીલ્લા ભાજપા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા ભાજપા પ્રમુખ દિલિપભાઈ નરસીંગાણી, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ, પાર્ટી આગેવાનઓ, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News