મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

માળીયા (મિ) નજીક આવેલ દેવ સોલ્ટ પ્રા.લી. ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો


SHARE













માળીયા (મિ) નજીક આવેલ દેવ સોલ્ટ પ્રા.લી. ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

માળીયા (મી) નજીક આવેલ દેવ સોલ્ટ પ્રા.લી. ખાતે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કંપનીનો સ્ટાફ ત્યાં હાજર રહ્યો હતો અને અને કંપનીમાં વિવિધ સ્થળોએ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન કંપનીના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજા, ડી.જી.એમ. કોમર્શિયલ ટોમી એન્ટની ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમને સફળ બનાવવા કંપનીના એન્વાયરોમેન્ટ હેલ્થ એન્ડ સેફટી મેનેજર કુલદીપ ગઢવીએ જહેમત ઉઠાવી હતી. આવી જ રીતે મોરબીમાં સેવાભાવી યુવાન પર્યાવરણ પ્રેમી વિપુલ કડીવાર, સાગર કડીવાર, અલ્પેશ ઉધરેજા અને શૈલેષ ભોજાણીએ પર્યાવરણ દિવસ નિમિતે રંગોળી દોરીને વૃક્ષારોપણનો સંદેશો આપ્યો હતો. અને રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં બનેલ ઘટનામાં અવસાન પામેલ લોકોના મોક્ષાર્થે કીડીયારૂ પુરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને ૫૧ અલગ અલગ જગ્યાએ બાવળ અને બોરડીના ઝુંડમાં મુકવામાં આવ્યા હતા.




Latest News