વાંકાનેર તાલુકાનાં જાલસીકા પાસે દીપડો દેખાતા વન વિભાગે પાંજરું મુકાયું
મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને મહિલા સહિત ત્રણ વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી: ચાર સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને મહિલા સહિત ત્રણ વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી: ચાર સામે ગુનો નોંધાયો
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરામાં પાણીની ટાંકી પાસે જૂના ઝઘડાનું મનદુખ રાખીને ચાર શખ્સો ગાડીઓમાં આવ્યા હતા અને તલવાર, છરી, કુહાડી, લાકડાના ધોકા જેવા હથીયારો લઈને આવેલા શખ્સોએ મહિલા સહિતનાઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝની પાછળ મફતીયાપરામાં પાણીની ટાંકી પાસે રહેતા સંગીતાબેન વિનોદભાઈ શીરોયા જાતે કોળી (૨૫)એ હાલમાં આરીફભાઈ અબ્દુલભાઈ મિયાણા રહે. શોભેશ્રવર રોડ મફતીયાપરા મોરબી, ઈકબાલ, અલ્તાફ અને સાગીર નામના ચાર વ્યક્તિની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દિયર રાહુલ તથા તેના મિત્ર વિશાલ સાથે આરોપી આરીફભાઇને દોઢેક માસ પહેલા ઝઘડો થયો હતો જે વાતનુ મનદુખ રાખીને આરોપી આરીફ તેમજ ઈકબાલ, અલ્તાફ તથા સાગીર સાથે ફોર વ્હીલ ગાડીઓમાં તેઓના ઘર પાસે તલવાર, છરી, કુહાડી, લાકડાના ધોકા જેવા હથીયારો લઈને આવ્યા હતા અને ફરીયાદી તથા સાહેદોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૫૦૬(૨), ૫૦૪, ૧૧૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે
