મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ત્રણ રસ્તા પાસે અજાણ્યા વાહન ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દંપતીનું મોત


SHARE











માળિયા (મી)ના ત્રણ રસ્તા પાસે અજાણ્યા વાહન ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દંપતીનું મોત

કચ્છ મોરબી તરફ આવતા નેશનલ હાઇવે રોડ ઉપર માળિયા ત્રણ રસ્તા પાસે બ્રિજ પાસેથી ભત્રીજીના લગ્નમાંથી દંપતિ પરત પોતાના ઘરે આવી રહ્યું હતું ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી બાઇક ઉપર જઈ રહેલા દંપતિને ગંભીર ઇજા થયેલ હોવાથી તે બંનેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં મૃતક દંપતીના દીકરાની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના ખીરઇ ગામે રહેતા ગફુરભાઈ રવાભાઈ નોતીયાર જાતે મુસ્લિમ (૨૧) એ હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, કચ્છથી મોરબી તરફ આવવાના નેશનલ હાઈવે રોડ ઉપર વિશાલા હોટલ તરફના ઓવરબ્રિજના છેડા પાસેથી તેઓના પિતા રવાભાઈ અભરામભાઈ નોતીયાર જાતે મુસ્લિમ (૪૯) અને માતા હવાબેન રવાભાઇ નોતીયાર જાતે મુસ્લિમ (૪૭) બાઈક નંબર જીજે ૩૬ એજી ૯૪૪૨ માં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેઓના ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ફરિયાદીના પિતાને માથામાં તથા શરીરને ગંભીર ઇજાઓ થઈ હતી તેમજ ફરિયાદીના માતાના માથા ઉપરથી અજાણ્યા વાહન ચાલકે તેના વાહનનું ટાયર ફેરવી દેતા માથું ચગદાઈ ગયું હતું જેથી કરીને દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક દંપતિના દીકરાની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં ફરિયાદી પાસેથી જાણવા મળતી માહિતિ મુજબ મૃતક રવામાભાઇ અને તેના પત્ની હવાબેન તેઓની ભત્રીજીના નવા અંજીયાસર ગામે લગ્ન હતા જેથી ત્યાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા અને ત્યાં લગ્ન પ્રસંગ પૂરો કરીને તેઓ પરત પોતાના ગામ ખીરાઇ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં દંપતિનું મોત નિપજ્યું છે જેથી કરીને હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બે બોટલ દારૂ

મોરબી જિલ્લા સેવા સદનની પાછળના ભાગમાં આવેલ બારૈયા પાન વાળી શેરીમાં બારૈયા પાન પાસેથી પસાર થઈ રહેલ બે વ્યક્તિઓને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૭૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી ઓમદેવસિંહ અશ્વિનસિંહ જાડેજા જાતે દરબાર (૧૯) રહે. મહાવીરનગર સોસાયટી હાઉસિંગ બોર્ડ મોરબી તથા બળવંતભાઈ નાગરભાઈ સાકરીયા જાતે કોળી (૨૫) રહે. લાલપર સ્મશાન પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી અંકિતભાઈ રાઠોડ રહે. શ્રદ્ધા પાર્ક શેરી નં-૪ વીસીપરા મોરબી વાળાનું નામ સામે આવ્યું છે જેથી તેની સામે પણ ગુનો નોંધીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ દ્વારા તે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.




Latest News