મોરબીના ગાંધીબાગમાં સ્વચ્છતા ઝુંબેશના ધજાગર થતાં હોવાની સીએમને રજૂઆત મોરબીમાં આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સિલિકોસિસ દર્દીઓ માટે ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો મોરબીમાં સોનલ બીજની કરાઈ ભવ્ય ઉજવણી મોરબી પાલિકા બિલ્ડિંગે મહાનગરપાલિકાનું બોર્ડ લાગ્યું મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ મીએ યોજાશે મોરબીના વિકાસ પાર્કમાં શ્યામ દરબારનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકા બનતા ઉદ્યોગકારો સહિતના લોકોનું મેટ્રો સિટી તરફનું સ્થળાંતર અટકશે, તૈયાર મિલકતોના ભાવમાં 30 થી 40 ટકા વધારો નિશ્ચિત મોરબી જિલ્લામાં દારૂની ચાર રેડ: 31 બોટલ દારૂ-20 બિયરના ટીન કબજે કરતી પોલીસે
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે થયેલ જીવલેણ હુમલાના ગુનામાં પકડાયેલ સાત આરોપીઓ જેલ હવાલે


SHARE















મોરબીના રફાળેશ્વર પાસે થયેલ જીવલેણ હુમલાના ગુનામાં પકડાયેલ સાત આરોપીઓ જેલ હવાલે

મોરબીના રફાળેશ્વર ગામે નજીક રિસામણે ગયેલ પત્ની વિષે અભદ્ર શબ્દ બોલી વાંકાનેરના નવા ઢુંવા ગામના શખ્સે અન્ય શખ્સોને સાથે રાખીને પાંચ વ્યક્તિને માર માર્યો હતો અને જાનથી મારી નાખવા ધમકી આપી હતી અને બોલેરો ગાડીના કાચ ફોડી નાખ્યા હતા જે બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં સાત આરોપીઓને પકડીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડે કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ મચ્છુનગરમાં રહેતા મહેશભાઈ ઉર્ફે ફૂલો ભીખાભાઇ સિંધવે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેમના મોટાભાઈ બાબુભાઈના પત્ની અનિશાબેન છેલ્લા ચાર મહીનાથી રિસામણે વાંકાનેર ખાતે છે અને આરોપી ભીમા ખદાભાઈ ઉર્ફે ભીખાભાઇ સિંધવે બાબુભાઈને ફોન કરીને કહ્યું હતું કે, તારી પત્ની મારી રખાત છે, તારામાં તાકાત હોય તો હાલ્યો આવજે તેમ કહેતા બાબુભાઈના કૌટુંબિક ભાઈ ભીમાભાઈ અને ફૈબાના દીકરા જીતેશભાઈ સાહિતનાઓએ આરોપીઓને “તમે પાણીયાળા હોય તો હાલ્યા આવો કહેતા” ઝઘડો થયો હતો અને આરોપી નવઘણભાઇ ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર રહે. વાંકાનેર, ભીમાભાઇ ખદાભાઇ ઉર્ફે ભીખાભાઇ સિંધવ રહે. ગામ નવાઢુવા તાલુકો વાંકાનેર, સુરેશભાઇ ખદાભાઇ સિંધવ રહે. નવાઢુવા તાલુકો વાંકાનેર, ચંદ્રેશ ઉર્ફે ભા ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર રહે. વાંકાનેર, જયેશ ઉર્ફે ગાઢીયો માનાભાઇ સિંધવ રહે ચંદ્રપુર, સુરજભાઇ ઉર્ફે ટકો ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર રહે. ચંદ્રપુર અને હરેશભાઇ બટુકભાઇ પરમાર રહે. વાંકાનેર વાળાઓ રફાળેશ્વર નજીક આવ્યા હતા અને ત્યાં લોખંડના પાઇપ, ધોકા સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો અને ફરિયાદી તેમજ સાહેદોને માર મારી બોલેરો ગાડીમાં નુકશાન કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી અને આરોપીઓ નાસી ગયા હતા જે બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં આરોપી ભીમાભાઇ ખદાભાઇ ઉર્ફે ભીખાભાઇ સિંધવ (૩૨) રહે. ગામ નવાઢુવા તાલુકો વાંકાનેર,  નવઘણભાઇ ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર (૪૧) રહે. વાંકાનેર, સુરેશભાઇ ખદાભાઇ સિંધવ (૨૫) રહે. નવાઢુવા તાલુકો વાંકાનેર, ચંદ્રેશ ઉર્ફે ભા ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર (૨૪) રહે. વાંકાનેર, જયેશ ઉર્ફે ગાઢીયો માનાભાઇ સિંધવ (૩૬) રહે ચંદ્રપુર, સુરજભાઇ ઉર્ફે ટકો ઘનીભાઇ ઉર્ફે કિશોરભાઇ પરમાર (૨૬) રહે. ચંદ્રપુર અને હરેશભાઇ બટુકભાઇ પરમાર (૪૨) રહે. વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે આરોપીઓને જેલ હવાલે કરેલ છે

મારામારીમાં ઇજા

ધાંગધ્રાના રહેવાસી કિશનભાઇ કમાભાઈ (૩૦) નામના યુવાનને મોરબીના લગધીરપુર રોડ ઉપર મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અજાણ્યા શખ્સ દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે






Latest News