મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી અદાલત મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના પાવરીયાળી નજીક બાઈક-કાર વચ્ચે અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં


SHARE









મોરબીના પાવરીયાળી નજીક બાઈક-કાર વચ્ચે અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં

મોરબીની પાવરીયાળી કેનાલ પાસે હાઇવે રોડ ઉપર બાઈક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં ઇજા પામેલ બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણે કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડે આવેલ પાવડીયારી નજીક રહેતા સુખરામ અત્તરસિંગ (૩૦) અને ગિયાલાલ ભીયાલસિંગ નામના બે વ્યક્તિઓ પાવળીયારી કેનાલ પાસેથી હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઈક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બંને વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર બેલા નજીક આવેલ ઇન્ફાયો સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા હરેરામસિંહ (૪૧) નામનો યુવાન એબીસી સિરામિક કારખાનાના ગેઇટ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા રણજીતભાઈ રાઘવજીભાઈ ઉપાસરિયા (૩૭) નામનો યુવાન ચાલીને બાયપાસ રોડથી પોતાના ઘરે ધરમપુર તરફ જતો હતો ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઈ હોવાથી ઇજા પામેલ યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને આ બનાવની વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે




Latest News