મોરબીમાં ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ૭૭૮૦ ના મુદામાલ સાથે પકડાયો: બે ની શોધખોળ
મોરબીના જુના સાદૂળકા પાસે કારખાનામાં આગ લગતા દાઝી ગયેલા યુવાનનું અમદાવાદ ખાતે સારવારમાં મોત
SHARE
મોરબીના જુના સાદૂળકા પાસે કારખાનામાં આગ લગતા દાઝી ગયેલા યુવાનનું અમદાવાદ ખાતે સારવારમાં મોત
મોરબી તાલુકાના જુના સાદૂળકા ગામની સીમમાં આવેલા કારખાનામાં કામગીરી દરમિયાન આગ લાગી હતી જે આગને બુજાવા જતા સમયે યુવાન દાઝી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે અમદાવાદ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જુના સાદૂળકા ગામની સીમમાં આવેલ સર્વોત્તમ ડેકોર પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અંબાલાલ નિશારામ મેઘવાલ (૩૮) નામનો યુવાન તા. ૧૪/૪/૨૪ ના રોજ રાત્રિના ૮:૩૦ વાગ્યાના અરસામાં કારખાનામાં હતો ત્યારે ત્યાં લાકડાની સીટના ભુસામા આગ લાગી હતી જેથી કરીને તે આગને બુજાવવા માટે થઈને અંબાલાલ ગયો હતો અને ત્યારે ત્યાં તે દાજી જતા તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે અમદાવાદ ખાતે ચાલુ સારવાર દરમિયાન તેનું ગઈકાલે રાત્રિના સવા દસેક વાગ્યાના અરસામાં મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની મૃતકના ભાઈ જગદીશભાઈ નિશારામ મેઘવાલ (૪૨) રહે. મૂળ રાજસ્થાન હાલ રહે. ફાસ્ટન લેમીનેટ કારખાનાના લેબર ક્વાર્ટરમાં સોખડા ગામના પાટીયા પાસે મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે
એક બોટલ દારૂ
મોરબીની વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૪૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી રાકેશભાઈ હંસરાજભાઈ પાટડીયા જાતે કોળી (૩૮) રહે. કબીર ટેકરી મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે