મોરબીના જુના સાદૂળકા પાસે કારખાનામાં આગ લગતા દાઝી ગયેલા યુવાનનું અમદાવાદ ખાતે સારવારમાં મોત
માળીયા (મી)ના માણાબા ગામના પાટીયા પાસે ઓવરટેક કરવા જતાં કાર અન્ય વાહનમાં અથડાતાં એકનું મોત: એકને ઇજા
SHARE
માળીયા (મી)ના માણાબા ગામના પાટીયા પાસે ઓવરટેક કરવા જતાં કાર અન્ય વાહનમાં અથડાતાં એકનું મોત: એકને ઇજા
માળીયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ માણાબા ગામના પાટીયા પાસેથી પસાર થતી આઈ-૧૦ ગાડીના ચાલકે ઓવરટેક કરવા જતા અન્ય વાહન સાથે ગાડી અથડાવી હતી જેથી કરીને ખાલી સાઇડમાં બેઠેલા વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું તેમજ કારચાલકને પણ મોઢાના ભાગે સામાન્ય ઇજા થઈ હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ છે જેના આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના રહેવાસી જીયાઉલમુસ્તફા અયુબઅલી સૈયદ જાતે મુસ્લિમ (૩૧) એ હાલમાં આઈ-૧૦ ગાડી નંબર જીજે ૬ પીકે ૫૮૫૦ ના ચાલક તનવીરમીયા હસનઅલી સૈયદ રહે. કણભા તાલુકો કરજણ જીલ્લો વડોદરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે આરોપી તેના હવાલા વાળી આઈ-૧૦ ગાડી લઈને હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ માણાબા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અન્ય વાહનનો ઓવરટેક કરવા જતા કોઈ અજાણ્યા વાહન સાથે ગાડી અથડાવી હતી જેથી કરીને ગાડીમાં ખાલી સાઇડમાં બેઠેલા ગુલામમહોમદ સમદાની ઈસ્માઈલ મીયા સૈયદ (૩૦) ને શરીરે ઇજાઓ પહોંચાડી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ડ્રાઇવરને પણ મોઢાના ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પરિવારજન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વાહન અસ્કમતમાં ઇજા
મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા જતીન નાથાલાલ આદ્રોજા (૩૫) નામના યુવાનને મોરબીના સામાકાંઠે વિસ્તારમાં શક્તિ ચેમ્બર સામેના ભાગમાં આવેલ વિશાલ ફર્નિચર પાસે અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે