માળીયા (મી)ના માણાબા ગામના પાટીયા પાસે ઓવરટેક કરવા જતાં કાર અન્ય વાહનમાં અથડાતાં એકનું મોત: એકને ઇજા
મોરબીમાં જૂના ઝઘડાનું મનદુખ રાખીને યુવાન ઉપર તલવાર, ધારિયા અને ધોકા વડે ચાર શખ્સનો હુમલો
SHARE








મોરબીમાં જૂના ઝઘડાનું મનદુખ રાખીને યુવાન ઉપર તલવાર, ધારિયા અને ધોકા વડે ચાર શખ્સનો હુમલો
મોરબીના શોભેસ્વર રોડ ઉપર કુબેર ટોકીઝની પાછળના ભાગમાં પાણીના ટાંકા પાસે રહેતા યુવાનના ભાઈની સાથે દોઢથી બે મહિના પહેલા થયેલ ઝઘડાનું મનદુઃખ રાખીને ચાર શખ્સો દ્વારા તલવાર, ધારિયા અને ધોકા લઈને આવીને યુવાન તથા સાહેદને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેઓના બાઈકમાં નુકસાની કરી હતી જેથી કરીને યુવાન દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ ઇરોસ કારખાનાની સામેના ભાગમાં રહેતા અલ્તાફભાઈ અબ્દુલભાઈ મોવર જાતે મિયાણા (૨૦) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચેતુભાઈ મુકેશભાઈ કોળી રહે. શોભેસ્વર રોડ મફતિયાપરા મોરબી, સદીયો ઉર્ફે ગધો મુકેશભાઈ કોળી રહે. શોભેસ્વર રોડ મફતિયાપરા મોરબી, સુરેશભાઈ કોળી અને સુનિલભાઈ કોળી નામના ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભાઈ આરીફ સાથે દોઢથી બે મહિના પહેલા ચેતુભાઈ કોળીને ઝઘડો થયો હતો જે બાબતનું મનદુઃખ રાખીને ચેતુભાઈ સહિતના ચારેય શખ્સો તલવાર, ધારિયા અને લાકડાના ધોકા લઈને ફરિયાદી તથા સાહેદ પાસે આવ્યા હતા અને ત્યાં તેઓને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદી તથા સાહેદના મોટરસાયકલમાં નુકસાની પણ કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

