મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારીએ ભાજપના સાંસદને કર્યા વિકાસલક્ષી અણીદાર સવાલ !
SHARE
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારીએ ભાજપના સાંસદને કર્યા વિકાસલક્ષી અણીદાર સવાલ !
મોરબીમાં વર્ષો જૂના પ્રશ્નો આજની તારીખે પણ ઊભા છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં વિજય પછી પહેલી વખત મોરબી આવેલા સંસદને આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના પ્રભારી દ્વારા કેટલાક અણીદાર સવાલો કરવામાં આવેલ છે જેની જવાબ કામ કરીને આગામી દિવસોમાં નહીં આપવામાં આવે તો તેની પાસેથી જાગૃત નાગરિક તરીકે હિસાબ લેવામાં આવશે તેવી ટકોર કરી છે
મોરબી માળીયા વિધાનસભાના આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર તેમજ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા દ્વારા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને અણીદાર સવાલ પુછવામાં આવેલ છે જેના તેને કહ્યું છે કે, કચ્છ મોરબી બેઠક ઉપર વિનોદભાઈ ચાવડાનો વિજય થતા મોરબી જીલ્લામા તેમના સત્કાર સંભારંભનું આયોજન થવા જઈ રહ્યું હતું ત્યારે મોરબીની જનતાએ છેલ્લા ૧૦ વર્ષ શાસન આપ્યું અને વધુ પાંચ વર્ષ આપેલ છે ત્યારે મોરબીને શું આપવામા આવ્યું ? લાતી પ્લોટ વિસ્તારના ગટરના પાણીના નિકાલનું અને રોડ રસ્તાનું સમાધાન ક્યારે ?, મોરબીના લોકોને સારા રસ્તા ક્યારે ?, મોરબીના બાળકો માટે ફરવા લાયક સ્થળ કે બાગબગીચા ક્યારે ?, વરસાદના પાણીના યોગ્ય નિકાલ ક્યારે ?, શાક માર્કેટ પાછળના વેપારીના પ્રશ્નોનું સમાધાન ક્યારે ?, માળીયા તાલુકાને કેનાલના પાણી ક્યારે મળશે ?, મોરબીના ક્યા પ્રશ્નો તમે સાંસદ ભવન મા ઉપડ્યા ? આવા અણીદાર સવાલ મીડિયાના માધ્યમથી સાંસદને કરવામાં આવેલ છે અને આગામી સમયમાં હવે જાગૃત નાગરિક તરીખે કામોના હિસાબ સાંસદ પાસેથી પણ લેવામા આવશે તેવું પંકજભાઈ રાણસરીયાએ અંતમાં જણાવ્યુ છે