મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે સ્વાગત પરિચય, સમીક્ષા બેઠક, આચાર્ય પ્રશિક્ષણ, સારથી મિટિંગ સહિતના કાર્યક્રમો યોજાયા


SHARE













મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે સ્વાગત પરિચય, સમીક્ષા બેઠક, આચાર્ય પ્રશિક્ષણ, સારથી મિટિંગ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.જેમાં બાળકો અને શિક્ષકોને તાલીમ તેમજ વિદ્યાર્થીઓને લેવા મુકવા આવતા સારથી ભાઈઓને માર્ગદર્શન સહિતનાઓ માટે કાર્યક્રમ યોજાયા હતા.

સ્વાગત પરિચય દિવસ-સમીક્ષા બેઠક

નવા વર્ષે પ્રથમ શૈક્ષણિક સત્રની  શરૂઆત થઈ ત્યારે સાર્થક વિદ્યામંદિરમાં  સમુહ પ્રાર્થના પ્રસાદી તિલક પરિચય દ્વારા સંગીતમય શરૂઆત થઈ અને દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો એ ઉત્સાહભેર નવા વર્ષને વધાવ્યું હતું. સ્વાગતની સાથે સાથે પરિચય દિવસ પણ ઉજવાયો હતો.સુરક્ષા, સલામતી અને સ્વચ્છતા સાથે શ્રેષ્ઠ અને સર્વાંગી શિક્ષણ મળી રહે તે માટે સાર્થક વિદ્યામંદિરમાં વિવિધ પ્રકારના આયોજન,સેમીનાર પ્રશિક્ષણ, વર્કશોપ થયા હતા. તેમજ ઉમિયાધામ માનવ મંદિર ખાતે સાર્થક વિદ્યામંદિરના તમામ જુના-નવા આચાર્યોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.જેમાં ગત વર્ષના કાર્યક્રમો, એક્ટિવિટી, મેળવેલ સિદ્ધિઓ, ક્ષતિઓ, થયેલ આયોજન, અભ્યાસ અંતર્ગત ચિંતન કરવામાં આવ્યું હતું.

આચાર્ય પ્રશિક્ષણ

દર વખતે ની જેમ આ વખતે પણ વર્ષના આરંભે ત્રણ દિવસીય ટીચર્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રથમ દિવસે પરિચય બેઠક રાખવામાં આવી હતી.આ દિવસે તમામ નવા આચાર્યનો પરિચય તેમજ શાળાના કાર્યો અંતર્ગત શૈક્ષણિક ,બિનશૈક્ષણિક અને વહીવટી માહિતી આપવામાં આવેલી હતી. તમામ આચાર્યો શાળાના વિજન અને મીશન અંગે માહિતગાર થયા હતા.બીજા દિવસે ત્રણ વક્તાઓ દ્વારા બૌદ્ધિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. "શિક્ષક અને અધ્યાત્મ વિષય ઉપર દિગંતભાઈ ભટ્ટ ,"શિક્ષક અને પ્રવૃત્તિ"  વિષય ઉપર જયેશભાઈ વાઘેલા(એમસીડી) અને "શિક્ષક અને બદલાતો યુગ" વિષય ઉપર હરેશભાઈ ધોળકિયા(લેખક) એ અદભુત માહિતી આપી હતી.ત્રીજા દિવસે વિદ્યાલયની તમામ પદ્ધતિ નિયમો સમજાવતું સત્ર એટલે કે "સાર્થકનું સાર્થકત્વ" યોજવામાં આવ્યું હતું જેમાં ગ્રુપ મિટિંગ દ્વારા શાળાના નિયમો સમજાવી એનું પાલન કરવાના શપથ લીધા હતા.

સારથી મિટિંગ

શાળામાં બાળકોને લેવા-મુકવાનું મહત્વનું કાર્ય સંભાળતા વાહનચાલકોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં રોડ સેફટીના વિવિધ નિયમો, રાખવાની થતી તકેદારીઓ, નિયમો પ્રમાણે ડોક્યુમેન્ટ્સ તેમજ સાધનો, આકસ્મિક સમયે લેવાના નિર્ણયો વગેરે મુદ્દાઓને ભારપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.

ફાયર સેફટી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ

ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ નિયમો તેમજ વિવિધ પ્રકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી.હાલ પૂરતું શાળા સાથે સંકળાયેલ વ્યક્તિઓને આ માહિતી આપવામાં આવી હતી.આ ટ્રેનિંગ આગામી સમયમાં વિદ્યાર્થીઓને પણ આપવામાં આવશે.








Latest News