માળીયા-હળવદના ખેડૂતોને કંપની પાસેથી યોગ્ય વળતર મળે તે માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત
SHARE
માળીયા-હળવદના ખેડૂતોને કંપની પાસેથી યોગ્ય વળતર મળે તે માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત
માળીયા-હળવદ તાલુકામાં ખેડૂતોના ખેતરોમાંથી ૭૬૫ KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન નીકળે છે જો કે, ખેડૂતોને કંપની દ્વારા યોગ્ય વળતર આપવામાં આવેલ નથી જેથી કરીને આ બાબતે અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ જવાબ મળતો નથી જેથી ખેડૂતોએ મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને લેખિત રજૂઆત કરી હતી જેના આધારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેના માટે રજૂઆત કરી છે
મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમારીયાએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, માળીયા-હળવદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોએ ભારત સરકારના જાહેર સાહસ પાવરગ્રીડની ગૌણ કંપની પાવરગ્રીડ ખાવડા-૧૧-બી ટ્રાન્સમીશન લી. દ્રારા ૭૬૫ KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન કે જે ખેડૂતોના ખેતરોમાંથી નિકળે છે તો પણ ખેડૂતોને સરકારના ધારા-ધોરણ મુજબ યોગ્ય વળતર મળેલ નથી જે અંગેની ખેડૂતો દ્વારા કલેક્ટર અને તથા લગત તમામ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ ખેડૂતોને હજુ સુધી કોઈ યોગ્ય જવાબ મળેલ નથી. જેથી કરીને ૭૬૫ KV લાકડીયા-અમદાવાદ ડબલ લાઇન જે ખેડૂતોના ખેતરોમાંથી નિકળે છે તેઓને માપ-સાઇઝ પ્લાન સહી વાળા દસ્તાવેજો મેળવવા તથા યોગ્ય વળતર મેળવવા તેઓને લેખીતમાં રજૂઆત કરેલ છે જેથી યોગ્ય સૂચના અપાઈને કાર્યવાહી કરવામાં આવે તેઓ રજૂઆત કરેલ છે