મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે રવિવારે નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ


SHARE













મોરબીના રામધન આશ્રમે રવિવારે નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ

મોરબીમાં સામાકાંઠે ગોપાલ સોસાયટીમાં રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર દ્વારા રામધન આશ્રમમાં તા. ૧૬, જુનને રવિવારના રોજ નિ:શુલ્ક  ફિઝિયોથેરાપી નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો. કેશા અગ્રવાલ (મગજ અને મણકાની તકલીફનાં નિષ્ણાત) માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે. આ કેમ્પનો હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ), સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, હાયપરએક્ટીવીટી વગેરે, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએ, સાયટીકા, ગાદી ખસવી, સાંધાના વા, ઘુંટણનો ઘસારો, કમર, ગરદન, ખભા, એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો, ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ, ડિલીવરી પહેલાં, પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો વગેરે દર્દીઓ લાભ લઈ શકશે તેમજ બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ અને તમાકુ-કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર લેતા દર્દીઓ પણ કેમ્પનો લાભ લઈ શકે છે આ કેમ્પ રવિવાર તા ૧૬ ના રોજ સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ સુધી મોરબીના રામધન આશ્રમ ખાતે રાખવામા આવેલ છે અને આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીએ મો. નંબર ૮૧૬૦૨૮૨૪૫૬ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત છે અને તેના જુના રીપોર્ટસ સાથે લાવવાના રહેશે




Latest News