મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વામી નારાયણ સંસ્થાએ વધારાની જગ્યા ઉપર બાંધકામ કર્યું હોવાનો ધડાકો, ગેરકાયદે બાંધકામ સંસ્થા જ તોડશે: કલેક્ટર


SHARE









મોરબીમાં સ્વામી નારાયણ સંસ્થાએ વધારાની જગ્યા ઉપર બાંધકામ કર્યું હોવાનો ધડાકો, ગેરકાયદે બાંધકામ સંસ્થા જ તોડશે: કલેક્ટર

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે દરમિયાન નદીના કાંઠે વધારાની જમીન ઉપર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે જેથી કરીને આગામી સમયમાં સંસ્થા પાસે જ વધારાનું બાંધકામ તોડાવવામાં આવશે તેવું કલેક્ટરને પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું છે

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે ઝુલતાપુલ નજીક છેલ્લા ઘણા સમયથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને સંસ્થા દ્વારા મચ્છુ નદીના કાંઠે જે દિવાલ બનાવવામાં આવી છે તે દિવાલ ભવિષ્યમાં જોખમી બની શકે અને તેના કારણે હોનારત સર્જાય તેવી શક્યતા સાથે કલેકટરને અરજી કરવામાં આવી હતી

જેથી કરીને કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર અને ડીએલઆરની એક ટીમ બનાવીને સ્થળ તપાસ કરી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો જે રિપોર્ટમાં ડીએલઆર દ્વારા સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે “સંસ્થા દ્વારા વધારાની જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યુ છે કે, “સ્થળ ઉપર બાંધકામના વર્તમાન નિયમો મુજબ બાંધકામ કરવામાં આવ્યું નથી”

જેથી આ બાબતે મોરબીમાં કલેક્ટર કે.બી, ઝવેરી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સંસ્થાના પ્રતિનિધિ દ્વારા ગઈકાલે જ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમાં કહ્યું હતું કે, “તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવશે તે મુજબ તેમના દ્વારા કામગીરી કરવામાં આવશે જેથી સંસ્થાનો દિવાલ કે બાંધકામને લઈને કોઈ વિરોધ કે વિનંતી નથી માટે વધારાનું જે કોઈ બાંધકામ કરવામાં આવ્યું હશે તે સંસ્થા પાસે જ તોડાવવામાં આવશે અને મોરબી શહેર તથા તાલુકાના લોકોના હિતને ધ્યાનમાં રાખીને જ આગળની કાર્યવાહી કરાશે તેવું કલેકટરે જણાવ્યું છ




Latest News