મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી અને ટંકારા તાલુકામાં પકડવામાં આવેલ 2.37 કરોડના દારૂ-બિયરનો નાશ કરાયો


SHARE













મોરબી અને ટંકારા તાલુકામાં પકડવામાં આવેલ 2.37 કરોડના દારૂ-બિયરનો નાશ કરાયો

મોરબી જીલ્લામાં દારૂના દૂષણને ડામવા માટે પોલીસ જુદાજુદા વિસ્તારમાં દારૂની રેડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી તાલુકા, સીટી એ તથા બી ડિવીઝનમાં અને ટંકારા તાલુકામાંથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમયાંતરે દારૂની રેડ કરીને પોલીસે કુલ મળીને 2.37 કરોડના દારૂનો જથ્થા પકડ્યો હતો જેનો આજે અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે

મોરબી અને ટંકારા તાલુકામાં જુદાજુદા સમયે રેડ કરીને પકડવામાં આવેલ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટમાંથી મંજૂરી મળી ગયેલ હતી જેથી કરીને પ્રાંત અધિકારી સુશીલ પરમારની અધ્યક્ષતામાં ડીવાયએસપી પી.એ.ઝાલા અને એસ.એચ.સારડા, નશાબંધી અને આબકારી ખાતું રાજકોટના પીએસઆઈ ભાવનાબેન પંચોલી તેમજ ચારેય પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનાઓની હાજરીમાં દારૂની ૧૭૩ રેડમાં પકડવામાં આવેલ ૯૦,૫૬૧ દારૂની બોટલો અને બીયરના ટીન જેની કિંમત ૨,૩૭,૭૮૭૭૭ થાય છે તેવા ઉપર રોડ રોલર ફેરવીને દારૂ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.








Latest News