મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યોએ રક્તદાન કરી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરી


SHARE













મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યોએ રક્તદાન કરી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરી

મોરબીમાં સેવાકીય કામ સાથે જોડાયેલ યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વર્ષ દરમ્યાન 200 થી વધુ સેવાકીય  સાહિતની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની વચ્ચે આ પ્રવૃત્તિઓમાની એક રક્તદાન મુહિમ એટલે "લોહી માં છે માનવતા" આ મુહિમ અંતર્ગત 365 દિવસ અને 24 x 7 દરમિયાન કોઈના આકસ્મિક સમયે જો લોહીની જરૂરિયાત ઉભી થાય તો એ જરૂરિયાત યંગ ઇન્ડિયા ગ્રૂપ પોતાના સભ્યો તેમજ પોતાની સાથે સંકળાયેલ સેવાભાવી લોકોની મદદથી પુરી કરે છે.આ અંગે  યંગ ઇન્ડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, રક્તદાન કરીને લોકોની મહામૂલી જિંદગી બચાવવામાં આવે છે. અને આ રક્તદાનની મુહિમ છેલ્લા 10 વર્ષથી ચલાવવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં હજારો લોકોને તેમના આકસ્મિક સમયે  તેમના ગ્રુપના સભ્યો તેમજ સાથી સેવાભાવી મિત્રોની મદદથી લોહી પૂરું પાડીને નવજીવન આપવામાં આવ્યું છે. અને વર્લ્ડ રક્તદાન દિવસની વિશેષ ઉજવણી અનુસંધાને યંગ ઇન્ડિયા ગ્રૂપના 18 સભ્યોએ રક્તદાન કર્યું હતું અને તેઓની આ "લોહી માં છે માનવતા" મુહિમમાં જોડાવવા માટે મોબાઈલ નંબર 8000827577 અને 8141322202 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે








Latest News