મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યોએ રક્તદાન કરી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરી
મોરબીમાં પત્નિના ચકચારી ખુનના કેશમા આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE
મોરબીમાં પત્નિના ચકચારી ખુનના કેશમા આરોપીનો નિર્દોષ છુટકારો
મુળ મધ્યપ્રદેશનો સાહીલખાન ઉર્ફે સોનુ રાસીદખાન રહે. ભોપાલ વાળો મોરબીના એક કારખાનામાં પોતાની પત્નિ રાધાબેનની સાથે રહીને મજુરી કામ કરતો હતો.વર્ષ ૨૦૧૯ ના તા.૮-૮-૨૦૧૯ના રોજ આ સોનુએ તેની પત્નિ રાધાબેનનુ ગળુ દબાવીને હત્યા નીપજાવી તેવો કેશ પોલીસે નોંધ્યો હતો.તથા ઈ.પી.કો.ની કલમ ૩૦ર મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુના નંબર ૧૨૪/૧૯ મુજબ ગુનો દાખલ થયેલો હતો.
આ કેશ મોરબીના મહે. પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.જી.દેવધરા સાહેબની કોટમાં સેશન્સ કેશ નંબર ૯૫/૨૦૧૯ થી ચાલી જતા જજસાહેબે બચાવપક્ષના વકીલ પુષ્પાબેનની ધારદાર દલીલોને લક્ષમાં લઈને આરોપી સાહીલખાન ઉર્ફે સોનુભાઇને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.આ કામના આરોપી સોનુ ઉર્ફે સાહીલખાન પઢાણ તરફે બચાવ પક્ષના વકીલ મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતી પુષ્પાબેન કૌશીકભાઇ ભટ્ટ રોકાયેલ હતા