મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

હળવદ નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા દંપતીનું મોત: ફરાર કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













હળવદ નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા દંપતીનું મોત: ફરાર કાર ચાલક સામે ગુનો નોંધાયો

હળવદની કોર્ટ અને તાલુકા પંચાયતમાં સફાઈ કામ કરતું દંપતિ પોતાનું કામ પૂરું કરીને હળવદથી ટીકર બાજુ જઈ રહ્યું હતું ત્યારે ગઇકાલે એક વાગ્યાના અરસામાં જુના અમરાપર પાસે તેઓના ડબલ સવારી બાઇકને સામેથી કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં બાઇક ઉપર જઇ રહેલા દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પરિવારજને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અશ્વિનભાઈ બાબુભાઇ પરમાર (31) અને મુક્તાબેન અશ્વિનભાઈ પરમાર (31) હળવદમાં આવેલ કોર્ટ તેમજ તાલુકા પંચાયત કચેરીમાં સફાઈ કામ કરે છે તે કામ પૂરું કરીને તેઓ ગઇકાલે બપોરે એક વાગ્યે બાઇક જીજે 36 એઇ 6510 લઈને હળવદથી ટીકર જઈ રહ્યા હતા ત્યારે જુના અમરાપર નજીક કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને સામેથી હડફેટ લીધું હતું જેથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અશ્વિનભાઈ પરમાર અને મુક્તાબેન પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક દંપતીને ત્રણ દીકરી અને એક દીકરો છે જે ચાર સંતાનોએ અકસ્માતના આ બનાવના લીધે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં અકસ્માત સર્જનાર આઇ-20 કાર નં. જી.જે. 36 એલ. 8971 ના ચાલકની સામે મૃતકના પરિવારજન રાહુલભાઈ સંતોષભાઈ પરમાર જાતે અનુ. જાતી (24) રહે. ટીકર તાલુકો હળવદ વાળાએ ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે








Latest News