મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી  : બી.પી.એલ કાર્ડ ન ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓ પણ હવે સંત સુરદાસ પેન્શન યોજના સહિત યોજનાનો લાભ મેળવી શકશે


SHARE

















મોરબી  : બી.પી.એલ કાર્ડ ન ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓ પણ હવે સંત સુરદાસ પેન્શન યોજના સહિત યોજનાનો લાભ મેળવી શકશે


પાત્રતા ધરાવતા દિવ્યાંગો રાજ્ય સરકારની સંતસુરદાસ પેન્શન યોજના, GMDPS (બૌધિક અસમર્થતા) પેન્શન યોજનાનો લાભ મેળવી શકશેરાજય સરકારની સંતસુરદાસ યોજના હેઠળ મોરબી જિલ્લાના ૮૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમજ બી.પી.એલ. લાભાર્થી કાર્ડ ધરાવતા હોય અથવા ન ધરાવતા હોય તેવા તમામ દિવ્યાંગોને રાજ્ય સરકારની સંતસુરદાસ પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે. ઉપરાંત GMDPS (બૌદ્ધિક અસમર્થતા) ધરાવતા દિવ્યાંગો માટે ૫૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા દિવ્યાંગોને GMDPS (બૌદ્ધિક અસમર્થતા) પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર છે.

આ યોજના હેઠળ લાભ મેળવવા માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે. જે માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મોરબી, રૂમ નંબર - ૫, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી, ફોન નંબર-૦૨૮૨૨ ૨૪૨૫૩૩ નો સંપર્ક કરવા અનુરોધ છે.




Latest News