મોરબીના શનાળા ગામે શેરીના કુતરા બાબતે વૃધ્ધને ઘર ખાલી કરી જતા રહેવા અને મારી નાખવાની ધમકી
SHARE






મોરબીના શનાળા ગામે શેરીના કુતરા બાબતે વૃધ્ધને ઘર ખાલી કરી જતા રહેવા અને મારી નાખવાની ધમકી
મોરબીના સનાળા ગામે આવેલ ઇન્દિરા આવાસ વિસ્તારમાં રહેતા વૃદ્ધને કુતરા ભસવા બાબતે એક શખ્સ દ્વારા ધમકાવવામાં આવ્યા હતા અને જો કૂતરું સચવાતું ન હોય તો ઘર ખાલી કરીને જતા રહેજો નહિતર હું ઘર ખાલી કરાવી નાખીશ તેવી ધમકી આપીને બોલાચાલી કરી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે આવેલ ઇન્દિરા આવાસમાં રહેતા બાબુભાઈ આંબાભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (68) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મયુરભાઈ ખીમજીભાઇ સોલંકી રહે. સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદી પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે આરોપીએ તેના ઘર પાસે જઈને કહ્યું હતું કે "તમારા ઘર પાસેનું કૂતરું છે તે મારી પાછળ ભસવા દોડે છે તમે તેનું ધ્યાન રાખજો હવે કૂતરું પાછળ દોડવું ન જોઈએ" જેથી ફરિયાદી વૃધ્ધે કહ્યું હતું કે "કુતરુ અમારું નથી. શેરીનું કૂતરું છે" જે આરોપીને સારું નહીં લાગતા તેને કહ્યું હતું કે જો કુતરુ સચવાતું ન હોય તો ઘર ખાલી કરીને જતા રહેજો નહીંતર હું ઘર ખાલી કરાવી દઈશ તેમ કહીને વૃદ્ધને ધમકી આપી હતી અને ત્યારબાદ બોલાચાલી કરી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરી છે


