મોરબીના શનાળા ગામે શેરીના કુતરા બાબતે વૃધ્ધને ઘર ખાલી કરી જતા રહેવા અને મારી નાખવાની ધમકી
ટંકારાના મિતાણા અને મોરબીમાં જુગારની બે રેડ: સાત જુગારી પકડાયા
SHARE






ટંકારાના મિતાણા અને મોરબીમાં જુગારની બે રેડ: સાત જુગારી પકડાયા
ટંકારા તાલુકાના મીતાણા ગામે જુના પાણીના સંપ પાસે જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 11,200 ની રોકડ કબજે કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ગામ પાસે જુના પાણીના સંપ નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઈકબાલભાઈ જમાલભાઈ ઠેબા (42), હીરાભાઈ મેઘજીભાઈ પારઘી (65), ગોરધનભાઈ ગોવિંદભાઈ પારઘી (70), રહીમભાઈ ઓસમાણભાઈ રત્ના (45) રહે ચારેય મીતાણા તથા યોગેશભાઈ પ્રવીણભાઈ જોગેલ (27) રહે વીરવાવ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે આ શખ્સો પાસેથી 11,200 ની રોકડ કબજે કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જુગાર
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 2370 ની રોકડ કબજે કરી હતી અને આરોપી ઈસ્માઈલભાઈ કાદરભાઈ બલોચ (47) રહે નાની બજાર ભરવાડ શેરી મોરબી અને દિલીપભાઈ અમરશીભાઈ જાદવ (42) રહે સજનપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી તે બંનેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે


