મોરબી-માળીયા તાલુકામાં દારૂની બે રેડ: 17 બોટલ દારૂ સહિત કુલ 6.61 લાખનો મુદામાલ કબજે મોરબીના બરવાળા ગામે વાડીએ હલરમાં આવી જવાથી ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેર: બોલાચાલી બાદ માર મારતા પત્ની રિસાઈને સૂઈ જતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન
Breaking news
Morbi Today

મોરબીના ગૌરક્ષકોએ બોલેરોમાં અણીયારી ટોલનાકા પાસેથી કતલખાને લઇ જવાતા આઠ અબોલ જીવને બચાવ્યા


SHARE











મોરબીના ગૌરક્ષકોએ બોલેરોમાં અણીયારી ટોલનાકા પાસેથી કતલખાને લઇ જવાતા આઠ અબોલ જીવને બચાવ્યા

 

જીગ્નેશ ભટ્ટ દ્વારા મોરબી તા.૧૭

 

માળીયા હળવદ હાઇવે રોડ પર આવેલ અણીયારી ટોલનાકા પાસેથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી જેને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી આઠ નંગ પાડા પાડી મળી આવ્યા હતા જેથી કુલ મળીને 1,66,000 નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને હાલમાં બે શખ્સોની સામે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબીના ગૌરક્ષકોને મળેલ હકીકત આધારે માળિયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ અણીયાળી ટોલનાકા પાસે પોલીસને સાથે રાખીને વોચ રાખવામાં આવી હતી દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો ગાડી નંબર જીજે 12 સીટી 3278 ને રોકીને ચેક કરવામાં આવતા તેમાં ક્રૂરતાપૂર્વક આઠ પાડા પાડીને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા અને ગાડીમાં ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી આ બાબતે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રંજા જાતે બોરીચા આહીર (38)એ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુલઝાર હાજીજુસબ જત જાતે મુસ્લિમ (39) ધંધો ડ્રાઇવિંગ અને ઇશાક મામદઅલી જત જાતે મુસ્લિમ (22) ધંધો મજૂરી રહે. બંન્ને નાના સરાડા પોસ્ટ ભગાડીયા કચ્છ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે બંને શખ્સની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં 16 હજારની કિંમતના આઠ અબોલ જીવ તથા દોઢ લાખ રૂપિયાની ગાડી આમ ફૂલ મળીને 1,66,000 નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે.મોરબી, ચોટીલા અને રાજકોટ ગૌરક્ષક હિન્દુ યુવા વાહિની દ્વારા બાતમી મળેલ કે કચ્છ તરફથી અમદાવાદના વિરમગામ વિસ્તારમાં એક ગાડી જેનાં નંબર GJ 12.CT 3278  કુર્તાપૂર્વક અબોલ પશુને કતલ માટે લઈ જતા હોય તેવી હકીકત માહિતી મળતા જેની સચોટ પાકી માહિતીના આધારે રાત્રે મોરબીના, ચોટીલા અને રાજકોટ ગૌરક્ષકો દ્વારા વોચ ગોઠવી નજર રાખી હતી ત્યારે મોડીરાત્રે માહિતી મુજબની ગાડી નીકળતા કંટ્રોલ અને માળીયા પોલીસ સ્ટેશન ફોનમાં જણાવીને આ નંબર GJ 12.CT  3278 મુજબની ગાડી માળીયા અણિયારી ટોલનાકે રોકાવીને ચેક કરતા જીવ નંગ 8 મળી આવેલ હોય માળીયા પોલીસ સ્ટેશનને લઈ જઈને યોગ્ય કાર્યવાહી કરીને ફરિયાદ આપવામાં આવી હતી.આ કામગીરી ગૌરક્ષકો કમલેશભાઈ બોરીચા (મોરબી અખિલ વિશ્વ ગૌસાવદર પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન, મંત્રી હિન્દુ યુવા વાહિની જિલ્લા પ્રમુખ), ચેતનભાઇ પાટડીયા (મોરબી હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ) હિતરાજસિંહ પરમાર, યશભાઈ વાઘેલા, નિખિલભાઇ ચુડાસમા, હરેશભાઈ ચૌહાણ (ચોટીલા અખિલ વિશ્વ ગૌસ્વાવર્ધન પરિષદ દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ), દલસુખભાઈ ચોટીલા, ભોલુભાઈ ચોટીલા,દેવભાઈ બોરાણા ચોટીલા, જેકીઈ ગજ્જર રાજકોટ, ભાવિનભાઈ રાજકોટ ગૌરક્ષક, સુરેશભાઈ રબારી કચ્છ, હિરેનભાઈ વ્યાસ, રધુભાઈ ભરવાડ લીમડી, અપીભાઈ ધાંગધ્રા, ગજેન્દ્રભાઈ બાબરા એમ મોરબી, ચોટીલા, લીંબડી, રાજકોટ, વાંકાનેરના ગૌરક્ષક ટીમનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો.








Latest News