મોરબીના ગૌરક્ષકોએ બોલેરોમાં અણીયારી ટોલનાકા પાસેથી કતલખાને લઇ જવાતા આઠ અબોલ જીવને બચાવ્યા
મોરબીની મધુસૃષ્ટી સોસાયટીના મકાનમાંથી 100 બોટલો દારૂ-28 બિયરના ટીન સાથે અકની ધરપકડ
SHARE






મોરબીની મધુસૃષ્ટી સોસાયટીના મકાનમાંથી 100 બોટલો દારૂ-28 બિયરના ટીન સાથે અકની ધરપકડ
મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિરામિક કારખાના સામે મધુસૃષ્ટિ સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની 100 બોટલો તથા બિયરના 28 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ 40,240 ની કિંમત નો દારૂ અને બિયરનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લા એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જૂના ઘુંટુ રોડ ઉપર આવેલ ઝીલટોપ સીરામીક સામે મધુસૃષ્ટિ સોસાયટીમાં રહેતા દીક્ષિત દુદકિયાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં તેના ઘરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડની દારૂની 100 બોટલો તેમજ બિયરના 28 ટિન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને 40,240 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી દીક્ષિત વ્રજલાલ દુદકીયા રહે હાલ જુના ઘુંટુ રોડ મધુ સ્મૃતિ સોસાયટી ભાડાના મકાનમાં મૂળ રહે પંચાસર રોડ શ્યામ પાર્ક મોરબી વાળા ની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂ બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે


