મોરબીની મધુસૃષ્ટી સોસાયટીના મકાનમાંથી 100 બોટલો દારૂ-28 બિયરના ટીન સાથે અકની ધરપકડ
હળવદના રણમલપુર ગામે પેવર બ્લોકના કામ બાબતે સરપંચને મહિલા સહિત ચાર વ્યક્તિઓએ માર માર્યો
SHARE






હળવદના રણમલપુર ગામે પેવર બ્લોકના કામ બાબતે સરપંચને મહિલા સહિત ચાર વ્યક્તિઓએ માર માર્યો
હળવદ તાલુકાના રણમલપુર ગામે પેવર બ્લોકની કામગીરી ચાલુ હતી ત્યારે કામ કરવા બાબતે ગ્રામ પંચાયતના સરપંચ સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને તેઓને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા આટલું નહીં તેને લાકડી વડે અને છુટા પથ્થરનો ઘા કરીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા સરપંચે દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા અને ખેતી કામ કરતા ગામના સરપંચ પુનાભાઈ દેવાભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (61) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભૌતિકભાઈ રમેશભાઈ પટેલ, રમેશભાઈ મગનભાઈ પટેલ, સુરેશભાઈ દેવકરણભાઈ પટેલ અને શારદાબેન રમેશભાઈ પટેલ રહે. બધા રણમલપુર વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે રણમલપુર ગામે નારાયણ ગોપાલ વાળી શેરીમાં પેપર બ્લોકની કામગીરી ચાલુ હતી તે કામ કરવા બાબતે ફરિયાદી સાથે આરોપીઓએ બોલાચાલી કરી હતી અને ફરિયાદી અનુ. જાતિના હોવાનું જાણતા હોવા છતાં તેને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા અને ગાળો બોલીને શારદાબેને લાકડી વડે તેઓને માર માર્યો હતો તેમજ ભૌતિકભાઇએ છુટા પથ્થરનો ઘા કરીને માર માર્યો હતો. આટલું જ નહીં રમેશભાઈ તથા સુરેશભાઈ પણ તેને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા સરપંચે સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે


