મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટોલનાકા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ હસનપર ગામના વૃદ્ધનું સારવારમાં મોત


SHARE







વાંકાનેર નજીક ટોલનાકા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ હસનપર ગામના વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેરના હસનપર ગામે રહેતા વૃદ્ધ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા બાજુ થઈને પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે આઠેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તેમાં વૃદ્ધને ઈજાઓ થયેલ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા સત્તાભાઈ પાંચાભાઇ મુંધવા (૭૦) નામના વૃદ્ધ વાંકાનેરના વઘાસિયા ટોલનાકા બાજુ થઈને પોતાના ગામ હસનપર તરફ બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે વઘાસીયા ટોલનાકા પહેલાં અડફેટે લીધું હતું જેથી કરીને સત્તાભાઈ મુંધવાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે પ્રથમ સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બેભાન હાલતમાં તેઓને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતુ જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મૃતક વૃદ્ધના દીકરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે વાંકાનેરમાં પૂલ દરવાજા પાસે ભરાતી માવા બજારમાં દરરોજ તેઓના પિતા જતા હોય છે તેવી જ રીતે આજે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત પોતાના ગામ હસનપર આવી રહ્યા હતા અને ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું છે આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મૂળ છોટા ઉદેપુર જિલ્લાના ગુંગવાડા ગામે સેલફળિયાના રહેવાસી સુનિલભાઈ નાયક (૨૪) નામના યુવાનને એલિટોન એલએલપી નીચી માંડલથી કાલિકા નગરના રસ્તે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News