મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ
Breaking news
Morbi Today

મહારાજ ફિલ્મને રીલીઝ ન કરવામાં આવે તેવી મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય-હિન્દુ સંગઠનોની માંગ


SHARE









મહારાજ ફિલ્મને રીલીઝ ન કરવામાં આવે તેવી મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય-હિન્દુ સંગઠનોની માંગ

મહારાજ ફિલ્મ સામે ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોએ પણ આ ફિલ્મનો વિરોધ કરેલ છે અને આજે મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપીને યશરાજ ફિલ્મના ડાયરેક્ટર અને આ ફિલ્મના સંબંધિત તમામ લોકો સામે ગુનો નોંધવા રજૂઆત કરી છે તેમજ આ ફિલ્મને રીલીઝ ન કરવામાં આવે તેવી માંગ કરી છે

જાણીતા ફિલ્મ અભિનેતા આમિરખાનના દીકરા જુનેદખાનની પહેલી ફિલ્મ મહારાજ 14 જૂને નેટફ્લિકસ પર રિલીઝ થવાની હતી જો કે, ફિલ્મના પોસ્ટર અને સ્ટોરીને લઈને વિવાદ થયેલ છે અને મામલો હાઇકોર્ટ સુધી પહોચી ગયેલ છે જેથી કરીને આ ફિલ્મને રિલીઝ કરવા પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. તેવામાં મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તો તેમજ જુદાજુદા હિન્દુ સંગઠનના લોકોએ કલેક્ટરને આજે આવેદનપત્ર પાઠવ્યું છે અને મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કર્યો છે

વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલ હિતેન્દ્રભાઈ આડેસરાએ જણાવ્યુ હતુ કે, સનાતન ધર્મની લાગણી દુભાઈ તેવી પુસ્તક લખીને પ્રહાર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોચે તેવી ફિલ્મ બનાવવામાં આવી છે. જેથી મહારાજ પુસ્તક લખનાર સૌરભ શાહ, પુસ્તક પ્રકાશિત કરનાર  પ્રકાશન હાઉસ, તેમજ યશરાજ ફિલ્મ અને આમિરખાન તેમજ જુનેદખાન સામે ફરિયાદ કરવાની માંગ કરી છે

વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, આ પુસ્તકમાં હિન્દુ સંતો, ધર્મગુરુ, હિન્દુ ધર્મની બહેનો, સ્ત્રીઓ અને સૌથી વધારે હિન્દુ ધર્મના પરમ આરાધ્યાય એવા ભગવાન શ્રીકૃષ્ણ ઉપર પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ ફિલ્મને રીલીઝ ન કરવામાં આવે તેવી માંગ મહિલાઓ સહિતના લોકો દ્વારા કરવામાં આવી છે અને ભવિષ્યમાં બીજી વખત આવી ઘટના ન બને તે માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે

તો વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલ ક્રિશ્નાબેન મારવાણિયાએ જણાવ્યુ હતું કે, હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને વારંવાર હિન્દુ સમાજની લાગણી દુભાઈ તેવું હિન કૃત્ય કરવામાં આવે છે ત્યારે આ ઘટનામાં પુસ્તક લખનાર અને તેના ઉપરથી ફિલ્મ બનાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં આવી રીતે હિન્દુ ધર્મ ઉપર કોઈ ફિલ્મો બનાવીને હિન્દુઓની લાગણી દુભાવશે નહીં. જેથી આ ઘટનામાં આકરા પગલાં લેવાની મોરબીના વૈષ્ણવ સંપ્રદાય લોકો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે 




Latest News