મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી 765 કેવીની હેવી લાઇન પથરતી પાવર ગ્રીડ કંપની દ્વારા માળીયા-હળવદને ખેડૂતોને ઓછા વળતરની કલેક્ટરને રજૂઆત


SHARE









મોરબી જિલ્લામાંથી 765 કેવીની હેવી લાઇન પથરતી પાવર ગ્રીડ કંપની દ્વારા માળીયા-હળવદને ખેડૂતોને ઓછા વળતરની કલેક્ટરને રજૂઆત

મોરબી જિલ્લામાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી લાઇન પસાર થાય છે અને જે ખેડૂતોના ખેતરમાંથી આ લાઇન નીકળે છે તેને કંપની તરફથી ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે જેથી કરીને આ બાબતે માળીયા અને હળવદ તાલુકાનાં ખેડૂતો કલેકટરે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને તેઓને પૂરતું વળતર કંપની તરફથી આપવામાં આવે તેવી માંગ કરી હતી

કચ્છના લાકડીયાથી અમદાવાદ તરફ 765 કેવી ની વીજ લાઇન પથરવાનું કામ હાલમાં પાવર ગ્રીડ  કરવામાં આવી રહ્યું છે અને તેની સામે અગાઉ પણ ખેડૂતો દ્વારા વળતર બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો તો પણ કંપનીએ ખેડૂતોને પૂરતું વળતર આપેલ નથી જેથી કરીને હાલમાં માળીયા(મી.) તાલુકાના જુના ઘાંટીલાખાખરેચીવેણાસરવેજલપરકુંભારીયા તેમજ હળવદ તાલુકાનાં મંગળપૂર સહિતના ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને તેઓને ઓછું વળતર આપવામાં આવે છે તેવી કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ભાજપના આગેવાન અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલ સભ્ય મહેશભાઇ પરેજીયા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા

વેજલપરના અસરગ્રસ્ત ખેડૂત નંદલાલ જેઠાલાલ કૈલાએ જણાવ્યુ હતું કે, હાલમાં જે ખેતરમાંથી 765 કેવી વીજ લાઈન કંપની દ્વારા પથરવામાં આવી રહી છે તેના દ્વારા વર્ષ 2021 માં જે વળતર આપવામાં આવ્યું હતું તેનાથી પણ ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે જેથી આજે કલેકટર કે.બી. ઝવેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને તેઓએ ગત તા 14/6 ના રોજ વળતર બાબતે જે હુકમ કરેલ છે તેની  સામે સુધારા હુકમ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી કેમ કે ગત તા. 14/6 ના રોજ ભારત સરકાર ઉર્જા મંત્રાલય દ્વારા જે નવી ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી છે તે મુજબ તેઓને વળતર મળે તેવો ઓર્ડર કરવા ખેડૂતોએ માંગ કરી છે

મોરબીમાં રહેતા અસરગ્રસ્ત ખેડૂત એન.જે. બાવરવાએ જણાવ્યુ હતું કે, છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તેઓને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે તેમ છતાં પણ ખેડૂતોની વાતને કોઈ સાંભળતું નથી તે હક્કિત છે વધુમાં ખેડૂતોએ જણાવ્યુ હતું કે, અગાઉ તેઓના ગામની આજુબાજુમાંથી આવી ત્રણ હેવી વીજ લાઈનો નીકળી છે તે સમયે જે વળતર આપવામાં આવ્યું હતું તેના કરતાં પણ હાલમાં ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે અને જે કંપની દ્વારા હાલમાં વીજ લાઇન પથરવામાં આવી રહી છે તેના દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારનો લેખિત આધારા આપવામાં આવતો નથી જેથી કોઈને શું વળતર મળશે તેની કોઈ સ્પષ્ટતા થતી જ નથી

વેજલપરના અસરગ્રસ્ત ખેડૂત નિતિનભાઈ જેઠાલાલ કૈલાએ જણાવ્યુ હતું કે, એક બાજુ ખેડૂતોને સાંભળવામાં આવતા નથી અને બીજી બાજુ તેઓના જ ખેતરમાં વીજ લાઇન પથરતી કંપનીના માણસો કામ કરતાં હોય છે ત્યાં જો ખેડૂત તેની જ જમીનમાં જાય તો પણ તેની સામે રૂકાવટ કે અડચણ ઉભી કરી છે તેવી કારણ વગરની નોટીસ આપવામાં આવે છે જેથી ખેડૂતોમાં ભારોભાર નારાજગી છે અને વીજ લાઈન પથરતી કંપની દ્વારા યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઘર્ષણ ઊભું થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News