માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા માટેલ રોડે કારખાના પાસે ખુલ્લી જગ્યામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE











વાંકાનેરના ઢુવા માટેલ રોડે કારખાના પાસે ખુલ્લી જગ્યામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર કારખાના પાસે ખુલ્લી જગ્યામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.જેથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા હતા અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેના વીસેરા લઈને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ સેન્ચ્યુરો સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા દિપકસિંહ ઓમપ્રકાશ ઠાકુર (34) નામના યુવાનનો ઢુવા-માટેલ રોડ ઉપર રામોજી સિરામિક કારખાના પાસેની ખુલ્લી જગ્યામાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર લઈને આવ્યા હતા અને આ બનાવની રાજુભાઈ દેવસિંગભાઈ આંજના જાતે પટેલ (32) રહે.હાલ નવા ઢુવા તાલુકો વાંકાનેર મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા જે.જી.ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં વીસેરા લઈને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

રવાપર ગામ નજીક મારામારીમાં ચારને ઈજા

મોરબીના રવાપર ગામ પાસે આવેલ કેનાલ રોડ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં અર્જુનભાઇ કાશીરામ ઠાકુર નેપાળી (૪૫), પ્રકાશ માનબહાદુર (૨૮), પદમાબેન અર્જુનભાઈ ઠાકુર (૩૫) અને રાજકુમાર અર્જુનભાઈ ઠાકુર (૧૯) રહે. બધા રવાપર કેનાલ રોડ પાસે વાળાઓને રહેણાંક વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઇજા પામેલ હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં ચારેયની સારવાર કરવામાં આવી હતી અને બાદમાં હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરવામાં આવતા સ્ટાફના હરેશભાઈ ચાવડાએ બનાવ અંગે નોંધ કરીને આગળની પ્રાથમિક તપાસ કરી હતી.
 
વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે પર આવેલ જૂની કુબેર ટોકીઝના પાછળના ભાગે ધાર વિસ્તારમાં રહેતા પરીવારના રોહિત ભરતભાઈ વઢીયારા નામના ૧૬ વર્ષના સગીરને ઇજાગ્રસ્ત હાલતમાં શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામા આવી હતી.જેથી સ્ટાફના જગદીશભાઈ ડાંગરે આ બાબતે તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે ગત તા.૧૮-૬ ના સવારના નવેક વાગ્યાના અરસામાં ઇજાગ્રસ્ત રોહિતભાઈ વઢીયારાનો મોટો ભાઈ રીક્ષાને વણાંકમાં ટર્ન લેતો હતો ત્યારે ભૂલથી લોખંડની એંગલ રોહીતને જમણા પડખાના ભાગે લાગી જતા ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.



Latest News