વાંકાનેરના લાકડધાર ગામની સીમમાંથી 16 બોટલ દારૂ સાથે એકની ધરપકડ: દારૂ આપનારને પકડવા તજવીજ
મોરબી પાલીકા એક જ મિલ્કતના બે વખત હાઉસ ટેકસ ભરાવી લોકો પાસેથી વર્ષે લાખો ખંખેરે છે. : આપ
SHARE
મોરબી પાલીકા એક જ મિલ્કતના બે વખત હાઉસ ટેકસ ભરાવી લોકો પાસેથી વર્ષે લાખો ખંખેરે છે. : આપ
મોરબી નગરપાલીકા દ્વારા મોરબીની હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા હોય તેવા આસામીઓને અન્યાય કરવામાં આવી રહ્યો હોય આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરીને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.સોફ્ટવેરની ખામીના લીધે એક જ મિલકત કે જેનો વાર્ષિક મિલ્કત વેરો ભરાઇ ગયો હોય અને તે મિલ્કત પૈકીના અમુકભાગનું અન્યને વેચાણ થાય ત્યારે તે મિલ્કત ખરીદનાર પાસેથી આકારણી કરીને પુન: વેરો વસુલવામાં આવે છે.તેમજ નવા ખરીદનારનું નામ ચડાવવામાં આવે ત્યારે તેની પાસેથી નામ ટ્રાન્સફરની ફી પણ લેવામાં આવે છે.જે ખોટુ છે.કારણકે જે મિલ્કતનો એક વખત વર્ષ આખાનો પૂરો ટેક્સ ભરાઈ ગયો હોય બાદમાં તે મિલ્કત પૈકીનો કોઈ ભાગ વેચવામાં આવે તો તેનો ટેક્સ લેવો જોઈએ નહીં કારણ કે તે તો વાર્ષિક ભરાઇ ગયેલ છે. માત્ર નામ ટ્રાન્સફર ફી જ લેવી જોઈએ તેના બદલે સોફ્ટવેરની ખામીના લીધે મોરબી પાલિકાની અંદર છેલ્લા ચાર વર્ષથી આ ધાંધલી ચાલી રહી છે તેવા આક્ષેપની સાથે આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.જેમાં જણાવવામાં આવેલ છેકે કોઈપણ વ્યક્તિ પોતાની મિલ્કત વેચે અને જો તેણે વર્ષ દરમિયાનનો પુરો ટેક્સ ભરી દીધો હોય તો નવા ખરીદનારની પાસેથી પણ તે મિલ્કતના પૈકી ભાગનો પુન: ટેક્સ વસૂલવામાં આવે છે..! જે યોગ્ય નથી.તેવા કેસમાં આસામીની પાસેથી માત્ર નામ ટ્રાન્સફરની ફી જ લેવી જોઈએ. તે મુજબની રજૂઆત કરી છે.
તેમજ અગાઉ વર્ષો પહેલા કોઈએ નામ નોંધણી કરાવી ન હોય અને હવે નવી નોંધણી કરાવવામાં આવે તો તેમાં પણ જે તે વર્ષથી અત્યાર સુધી થયેલા ક્રમશ: વધારા મુજબનો ટેકસ લેવો જોઇએ.તેના બદલે હાલના દરે જ દરેક વર્ષનો ટેકસ ઉઘરાવવામાં આવે છે જે ખોટુ છે.કેમકે ત્યારના ટેક્સ રેટ અને પછીના વર્ષોમાં થયેલ ક્રમશ: ટેકસ રેટના વધારાના બદલે અત્યારનો પૂરો ટેક્સ રેટ શરૂથી લઇને હાલના વર્ષ સુધીનો લઇ લેવામાં આવે છે..! તે પણ અન્યાયકર્તા છે માટે આ બાબતે લેખિતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરીને લોકોને છેતરાતા અટકાવવા માટે સોફ્ટવેરમાં સુધારાઓ કરાવવામાં આવે અને યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
વાતને સમજાવવા ઉદાહરણ આપી જણાવાયુ હતુ કે કોઈ એક વ્યક્તિની મોરબી નગરપાલીકાના હદ વિસ્તારમાં ખુલ્લી જગ્યા ચો.મી. ૫૦૦૦ આવેલ છે. તે મિલ્કત મોરબી નગરપાલીકાના આકારણી નંબર ૧૪/૧૧૧૧ થી નોંધાયેલ છે. તે ખુલ્લી જગ્યા વાળી મિલ્કતનો પ્રોપર્ટી ટેકસ કાયમી ધોરણે ભરવામાં આવે છે. તથા ચાલુ વર્ષ ૨૦૨૪-૨૦૨૫ (તા. ૦૧-૦૪-૨૦૨૪ થી તા. ૩૧-૦૩-૨૦૨૫) નો પણ ભરપાઈ કરી દેવામાં આવેલ હોય.ત્યારબાદ તે મિલ્કતમાંથી ૫૦૦ ચો.મી. ક્ષેત્રફળવાળી જગ્યા પક્ષકાર (અ) ને તા.૧૭-૯-૨૪ ના રોજ વેચાણ આપવામાં આવે છે. પક્ષકાર (અ) તેમની મિલ્કતની નામ ટ્રાન્સફરની નોંધ પડાવવા માટે મોરબી નગરપાલીકામાં અરજી કરવામાં આવેલ.જયારે પક્ષકાર (અ) એ મોરબી નગરપાલીકામાં પોતાના નામે ૫૦૦ ચો.મી.જગ્યા નામ ટ્રાન્સફર કરવા માટેની નામ ટ્રાન્સફર ફી કાયદાના નીયત ધોરણોમુજબ આશરે રૂા.૧૦૦૦ થી ૨૦૦૦ વચ્ચે લેવામાં આવે છે. પરંતુ આ નોંધને નવી નોંધ ગણીને જે વર્ષનો વેરો વેચનાર પક્ષકાર દ્વારા અગાઉ એકવાર ભરપાઈ કરી દેવામાં આવેલ હોવા છતાં પૈકી ભાગને પણ નવી નોંધ તરીકે ગણીને ફરીથી વેરો વસુલવામાં આવે છે.!. જો મોરબી નગરપાલીકાના અધિકારીઓ આ નોંધને નવી નોંધ ગણતા હોય, તો નામ ટ્રાન્સફર ફી ન આવી જોઈએ તથા જો નામ ટ્રાન્સફર ફી ભરવામાં આવતી હોય તો પૈકી ભાગનો વેરો ન લેવામાં આવવો જોઈએ.
આ કૃત્યથી મોરબી નગરપાલીકા મોરબીના નાગરીકો સાથે અન્યીય કરતી હોય તેવું લાગી રહયુ છે તેથી આપ પાર્ટીએ કલેકટરને અરજ કરેલ છે કે,આ પ્રકારની બે-બેવાર એક જ મિલ્કત પર ઉઘરાવવામાં આવતો ટેકસ કાયદા મુજબ અન્યાય છે. તેથી તે ટેકસ બંધ કરી આ પ્રકારનો અન્યાય થતો તથા અત્યાર સુધીમાં મોરબી નગરપાલીકા દ્વારા આવા ખોટા પ્રોપટી ટેકસ ઉઘરાવવામાં આવેલ. તે ટેકસ મોરબી નગરપાલીકામાં રહેતા નાગરીકોની મહેનતની કમાણીમાંથી આપવામાં આવે છે.તેથી આપની કચેરી દ્વારા જે પણ આવા ખોટા પ્રોપટી ટેકસ ઉઘરાવવામાં આવેલ છે. તે પરત આપવાની કાર્યવાહી કરવી જોઇએ.જો પાલીકા કચેરી દ્વારા આ રીતે થતી ખોટી-ભુલ ભરેલ ઉઘરાણી બંધ નહીં કરવામાં આવે તો કાયદાકીય રાહે કાયદેસરના ધોરણે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરીને કાયદા મુજબ લડત આપવામાં આવશે તેમ ભાવિનભાઈ ફેફર (લીગલ સેલ-ગુજરાત પ્રદેશ), હિતેશભાઈ ભટ્ટ (આમ આદમી પાર્ટી શહેર અધ્યક્ષ) તથા અશોકભાઈ રૂપાલા (આમ આદમી પાર્ટી મોરબી તાલુકા પ્રમુખ) એ રજૂઆત દરમિયાનમાં જણાવેલ છે.