હળવદમાં પોલીસ સ્ટેશન નજીક આવેલ કેબિનમાંથી મોબાઈલ ફોનની ચોરી !
માળીયા (મિં.) નજીક બ્રિજ ઉપર બ્રેક ડાઉન થયેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતા ડ્રાઈવરનું મોત
SHARE
માળીયા (મિં.) નજીક બ્રિજ ઉપર બ્રેક ડાઉન થયેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતા ડ્રાઈવરનું મોત
માળીયા મીંયાણાના ત્રણ રસ્તા બ્રિજ ઉપરથી કચ્છથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર બ્રેક ડાઉન થઈને ઉભેલા ટ્રક ટ્રેલરના ઠાઠામાં ધડાકાભેર બીજો ટ્રક અથડાયો હતો.જેથી અકસ્માત થયો હતો અને ટ્રક અથડાવનાર વાહન ચાલકને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું.જે બનાવ સંદર્ભે હાલમાં ટ્રાન્સપોર્ટરની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મુન્દ્રામાં આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ ભુરૂભા ઝાલા જાતે દરબાર (31) એ હાલમાં મૃતક જયંતીભાઈ નથુભાઈ કોળી (42) રહે.રાતડીયા તા.નખત્રાણા કચ્છ સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓઅ જણાવ્યુ છે કે, કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ માળિયા ત્રણ રસ્તા પાસે બ્રિજ ઉપર ફરિયાદીનો ટ્રક ટ્રેલર નંબર જીજે 12 સીપી 7099 બ્રેક ડાઉન થઈને ઉભેલ હતો.દરમિયાન આરોપી તેના હવાલાવાળો ટ્રક નંબર જીજે 12 સીટી 3532 લઈને કચ્છ બાજુથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીના ટ્રકની પાછળના ભાગમાં તેણે પોતાનો ટ્રક અથડાવ્યો હતો.જેથી અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના આ બનાવમાં પાછળના ટ્રકના ચાલક એવા જયંતીભાઈ કોળીને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી.જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ટ્રાન્સપોર્ટર દ્વારા નોંધાવાયેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વાવડી રોડ મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શિવમ સોસાયટી વિસ્તારમાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.શેરીમાં રમી રહેલા બાળકો વચ્ચે બોલાચાલી ઝઘડો થયા બાદ તેમના વડીલો વચ્ચે ઝગડો થયો હતો એના બાદમાં સામસામે મારામારી થઈ હતી.તે બાબતે એક પક્ષેથી ફરિયાદ નોંધાઈ હતી.જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વળતી ફરિયાદ નોંધાવવા પામી છે.જેમાં રવિભાઈ મોહનભાઈ ગોહેલ રજપૂત (40) રહે.શિવમ સોસાયટીએ સામેવાળા મયુરસિંહ જોરૂભા જાડેજા, વિરેન્દ્રસિંહ જોરૂભા જાડેજા અને એક અજાણ્યો ઇસમ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના પુત્ર અને સામેવાળાના પુત્રને શેરીમાં રમતા સમયે ઝઘડો બોલાચાલી થયેલ હતી.તે બાબતે તેઓ સામેવાળાને સમજાવવા માટે ગયા હતા.તે દરમિયાનમાં તેઓએ ઉગ્ર બોલાચાલી કરીને તેમના ઉપર હુમલો કર્યો હતો અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો.આ બાબતે વળતી ફરિયાદ નોંધીને એ ડિવિઝન પોલીસ સ્ટાફે આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી હતી.