મોરબીના તળાવિયા સનાળા ગામ પાસે આવાવરૂ જગ્યામાંથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના અદેપર નજીક બે ભાઇઓ ઉપર હુમલો : એકને રાજકોટ ખસેડાયો મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયર સેફટીના નામે નોટીશો આપી વેપારીઓમાં ભયનો માહોલ ન ઉભો કરો, વેપારીઓને સમય આપો : કોંગ્રેસ


SHARE











મોરબીમાં ફાયર સેફટીના નામે નોટીશો આપી વેપારીઓમાં ભયનો માહોલ ન ઉભો કરો, વેપારીઓને સમય આપો : કોંગ્રેસ

તાજેતરમાં રાજકોટ ટી.આર.પી. ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બનેલ છે. તેવી ઘટના ભવિષ્યમાં અન્ય જીલ્લા કે શહેરમાં ન બને તેના ભાગરૂપે નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફટી અંગેની કામગીરી કરવામાં આવી રહેલ છે. જે ખુબ જ પ્રસંશનીય કામગીરી છે.પરંતુ નોટીશ ફટકારીને આઠ દિવસમાં ફાયર સેફટીના સાધનો વસાવી લેવાની વાત કરવામાં આવી રહી છે તે યોગ્ય નથી. કારણ કે આટલા સમય સુધી પાલિકા તંત્ર સૂતું હતું અને રાજકોટની ઘટનાને પગલે તંત્ર સફળુ જાગ્યું છે ત્યારે ટૂંકો ટાઈમ આપીને વેપારીઓને બાનમાં લેવામાં આવતા હોય તે રીતે નોટિશો ફટકારવામાં આવી રહી છે તે યોગ્ય નથી. માટે કોંગ્રેસ દ્વારા વેપારીઓને ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં માટે યોગ્ય સમય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

મોરબી શહેરમાં નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફટીના કામ માટે નોટીસો મોકલવામાં આવેલ છે.જે નોટીસમાં ફાયર સેફટીની કામગીરી આઠ દિવસમાં કરવા જણાવેલ છે.જેના કારણે નાના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયેલ છે.તેમજ હાલમાં મોરબીમાં ટેકનીકલ સાધનોનો અભાવ હોય, ફાયર સેફટીની કામગીરી કરી શકે તેવા કારીગરોનો અભાવ હોય, મોરબી શહેરમાં આટલા ટુંકા સમયગાળામાં ફાયર સેફટીના સાધનો લગાવવા અશકય છે.જેના કારણે મોરબી શહેરના વેપારીઓમાં ભયનો માહોલ ન સર્જાય તે માટે વેપારીઓને ફાયર સેફટી અંગે નગરપાલીકા અને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય જાણકારી આપીને આયોજનપૂર્વક કામગીરી કરવી જોઈએ અને ફાયર એજન્સીઓ દ્વારા વેપારીઓને ફાયર સેફટીના સાધનો લગાવવા માટે ઉંચા ભાવ ન આપવવામાં આવે તેની તકેદારી રાખવી જરૂરી છે.

કોંગ્રેસ પક્ષ હંમેશા વેપારીઓ તથા પ્રજા સાથે ઉભો રહેલ છે અને ભવિષ્યમાં વેપારીઓ તથા પ્રજા સાથે ઉભો રહેશે.જેથી વહીવટી તંત્ર દ્વારા વેપારીઓને ફાયર સેફટી માટે યોગ્ય સમય આપી નિરાકરણ લાવે તે જરૂરી છે. આ અંગે જરૂર પડયે જીલ્લા કલેકટર કચેરીમાં રજુઆત કરીને યોગ્ય નિરાકરણ લાવવા માટે પણ પ્રયત્નો કરીશું.તેમ પુષ્પરાજસિંહ જાડેજા (પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ સમિતિ) એ યાદીમાં જણાવેલ છે.




Latest News