મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાના અભિવાદન સમારોહમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખે કરેલ ટકોર બની ચર્ચાનો વિષય !


SHARE













મોરબી : હળવદમાં સુરેન્દ્રનગર બેઠકના સાંસદ ચંદુભાઈ સિહોરાનો અભિવાદન સમારોહ, કાર્યકર્તાઓ-મતદારોનો આભાર કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાના હળવદમાં આજે સુરેન્દ્રનગર બેઠકના સાંસદ ચંદુભાઈ સિહોરાનો અભિવાદન સમારોહ અને સાથોસાથ કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર વિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજકીય આગેવાનો પાર્ટીના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ત્યારે સાંસદે તેઓના મતવિસ્તારમાં રેલ્વે, ઓવરબ્રિજ, મીઠા ઉદ્યોગ, ખેતીવાડી સહિતના જે કોઈ પ્રશ્ન છે તેના ઉકેલ માટે આગામી પાંચ વર્ષ માટે તેઓ કાર્યરત રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી તો આ કાર્યક્રમમાં હાજર રહેલા જિલ્લા ભાજપના પ્રમુખે ચૂંટણી દરમિયાન જે લોકો સાથે હતા તેને સાથે રાખવાના અને જે લોકો સામે હતા તેને પાંચ વર્ષ સામે રાખવાના તેવી માર્મીક ટકોર કરી હતી.

લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ સુરેન્દ્રનગર બેઠકના વિજેતા સાંસદ અને હળવદ તાલુકાના કેદારીયા ગામના રહેવાસી ચંદુભાઈ સિહોરાનો આજે હળવદમાં આવેલ આગમન પાર્ટી પ્લોટ ખાતે અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો સાથોસાથ કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર વિધિનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં સાંસદ ચંદુભાઈ સિહોરા ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં વિજયની હેટ્રિક લગાવનાર કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા તેમજ બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશ વરમોરા સહિતના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આ તકે કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપના પાયાના પથ્થર સમાન કાર્યકર્તાઓને સંબોધતા જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ કહ્યું હતું કે લોકસભાની ગત ચૂંટણીમાં જે લોકો પાર્ટીની સાથે રહીને પાર્ટી માટે કામ કર્યું છે તેની સાથે કાયમ રહેવાનું છે જોકે ચૂંટણીમાં જે લોકોએ પાર્ટી સામે અથવા તો વિરુદ્ધ કામ કર્યું છે તેમને પાંચ વર્ષ સામે જ રાખવાના છે તેવી માર્મીક ટકોર તેમના દ્વારા કરવામાં આવી હતી આ ઉપરાંત જયંતિભાઇ કવાડિયા અને વિનોદભાઈ ચાવડાએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકાર લોકો માટે જે કામ કરી રહી છે તેને જોઇને લોકો મત રૂપે આશિર્વાદ આપી રહ્યા છે.

અંતમાં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયેલા મોરબી જિલ્લા ભાજપના મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિહોરાએ મતદારો અને ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે લોકોએ ચૂંટણીમાં જે રીતે લાગણીને પ્રેમ મતરૂપે વર્ષાવ્યો છે તે હું ક્યારેય ભુલીશ નહીં અને આગામી પાંચ વર્ષ દરમિયાન રેલ્વે, કૃષિ, મીઠા ઉદ્યોગ, ઓવરબ્રિજ સહિતના જે કોઈ પ્રશ્નો છે તે પ્રશ્નોનો વહેલા વહેલી તરીકે નિવારણ આવે અને લોકોને સુવિધામાં વધારો થાય તેવી કામગીરી હર હંમેશ મારા દ્વારા કરવામાં આવશે અને ભાજપના કાર્યકર્તાઓ સહિતનાઓ લોકો માટે મારા દરવાજા હર હંમેશ ખુલ્લા છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.






Latest News