મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી ખેલ મહાકુંભ-૨૦૨૬: મોરબી જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન; ૩૯ રમતોમાં ૭ વયજૂથના રમતવીરો બતાવશે કૌવત મોરબીની મેડિકલ કોલેજમાં વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી, વન્યપ્રાણીઓનું મહત્ત્વ, જીવનચક્ર અને સંરક્ષણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન અપાયું વાંકાનેરના ખાનપરમાં યુવક ત્યકતાને ભગાડી જતા ખૂની ખેલ ખેલાયો : વૃદ્ધની હત્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના જામસર ગામે સરકારી ખરાબામાંથી દારૂના 77 નાના પાઉચ સાથે આરોપીની ધરપકડ


SHARE











વાંકાનેરના જામસર ગામે સરકારી ખરાબામાંથી દારૂના 77 નાના પાઉચ સાથે આરોપીની ધરપકડ

વાંકાનેર તાલુકાના જામસર ગામની નિશાળની પાછળના ભાગમાં આવેલ સરકારી ખરાબની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂના 77 નાના પાઉચ મળી આવ્યા હતા જેથી કરીને 7700 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામની નિશાળની પાછળના ભાગમાં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂના કાગળના સીલપેક નાના 77 પાઉચ મળી આવ્યા હતા જેથી પોલીસે 7700 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મુકેશભાઈ રાણાભાઇ ડાભી જાતે ભરવાડ (25) રહે. શીતળાધાર માટેલ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપી પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

એક બોટલ દારૂ

વાંકાનેરના ચંદ્રપુરના નાલા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવા આવેલ હતો તે સમયે તેની પાસેથી દારૂને એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 375 ની કિંમતનો દારૂનો જથ્થો કર્યો હતો અને આરોપી મહેશભાઈ કેશુભાઈ પરમાર જાતે અનુ. જાતિ (24) રહે કેરાળા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી છે અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News