વાંકાનેરમાં વગર વાંકે વૃદ્ધને ત્રણ શખ્સોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી: નવલખી રોડ કુબેરનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE













મોરબી: નવલખી રોડ કુબેરનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિલોકધામ મંદિર વાળી શેરીમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઓસરીમાં છતમાં લગાવેલ હૂક સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી કરીને આ બનાવની મૃતકના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં ત્રિલોકધામ મંદિર વાળી શેરીમાં રહેતા જયેશભાઈ અશોકભાઈ કાચરાણી જાતે લોહાણા (36) નામના યુવાને પોતે પોતાના ઘરે અગાસીમાં છતમાં લગાવેલ હૂક સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેને મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પિતા અશોકભાઈ લીલાધરભાઇ કાચરાણી જાતે લોહાણા (66) રહે. ત્રિલોકધામ મંદિર વાળી શેરી કુબેરનગર મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આપઘાતના આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જુગાર રમતા બે પકડાયા

મોરબીના વીસીપરા વિસ્તારમાં ચાર ગોદામ પાછળ રોહીદાસપરા મેઇન રોડ ઉપર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા સુનિલભાઈ હેમુભાઈ ગણેશિયા જાતે કોળી (24) અને મગનભાઈ મૂળજીભાઈ ઇટોદરા જાતે કોળી (23) રહે. બંને વીસીપરા ચાર ગોદામ પાછળ રોહીદાસપરા મેઈન રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 1160 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છ






Latest News