મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીની પાવળીયારી કેનાલ પાસે બાઇક સ્લીપ થતાં નીચે પડેલા યુવાન ઉપર ટ્રકના વ્હીલ ફરી જતાં યુવાનનું મોત


SHARE













મોરબીની પાવળીયારી કેનાલ પાસે બાઇક સ્લીપ થતાં નીચે પડેલા યુવાન ઉપર ટ્રકના વ્હીલ ફરી જતાં યુવાનનું મોત

મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું.ત્યારે બાઈક રસ્તા ઉપર સ્લીપ થતા બાઈક ઉપરથી નીચે રોડ ઉપર પટકાયેલા બે પૈકીના એક યુવાનના છાતી અને માથાના ભાગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા હતા માં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં મોરબીના રંગપર ગામ પાસે આવેલ લોરીસન સીરામીક કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં વિશ્વકર્મા બેજનાથભાઈ બેહરા જાતે ધોબી (34) એ ટ્રક નંબર જીજે 12 એટી 5400 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યુ છે કે, જસમતગઢ ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે આવેલ સનવીસ સિરામિક કારખાના સામેથી તે અને મૃતક ગજેન્દ્રભાઈ નંદલાલભાઈ બંસ્કાર (30) બંને બાઈક નંબર એમપી 37 ઝેડસી 0947 લઈને લોરીસન કારખાનેથી રૂમ જોવા માટે સાંકેત સીરામીક કારખાને જતા હતા.તે દરમિયાન પાવળીયારી કેનાલ પાસે આવેલ સનવીસ કારખાના પાસે તેઓનું બાઇક રસ્તા ઉપર સ્લીપ થયું હતું અને બંને રોડ ઉપર પડી ગયા હતા.ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટ્રક ચાલકનો ટ્રક ગજેન્દ્રભાઈના છાતીના ભાગ ઉપરથી ફરી વળતા તેને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું કમકમાટાભર્યુ મોત નીપજયું હતું.જોકે અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.જેથી કરીને હાલમાં મૃતક યુવાનની સાથે બાઈક ઉપર બેઠેલા વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે પીએસઆઇ બી.એ.ગઢવીએ તજવીજ શરૂ કરી છે.

કાર-બાઈક અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી બાઈક લઈને જઈ રહેલ જયેશભાઈ અમૃતભાઈ થોરીયા (ઉમર 40) રહે.સ્વાગત એપાર્ટમેન્ટ કંડલા બાયપાસ મોરબી વાળાના બાઇકને અજાણ્યા ઇકો કારના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં જયેશભાઈ થોરીયાને ઇજાઓ થવાથી તેમને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા સ્ટાફના વિપુલભાઈ પટેલ દ્વારા આ અકસ્માત બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

માળીયા અકસ્માતમાં ઇજા

મોરબી જીલ્લાના માળિયા મીંયાણા તાલુકામાં માળીયા નજીક આવેલ ઓનેસ્ટ હોટલની પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ડમ્પર અને કન્ટેનર વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં આસીફ કરીમહુશેન શેખ (23) રહે.ઘનશ્યામ કોમ્પ્લેક્સ મુન્દ્રા જી.કચ્છ વાળાને શરીરે ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે સંદર્ભે હોસ્પિટલ ખાતેથી જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે માળિયા પોલીસને જાણ કરી હતી.

મહિલા સારવારમાં

સુરેન્દ્રનગરના થાન પાસે આવેલ મોરથરા ગામના વતની લખુબેન ધીરૂભાઈ મનજીભાઈ કલોત્રા નામના 52 વર્ષના મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાં તેમની સારવાર ચાલુ કરીને આ બાબતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરાતા સ્ટાફના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આગળની તપાસ માટે થાન પોલીસને જાણ કરી હતી.








Latest News